________________
પ્રકાશકનું નિવેદન
૧૫ કોંગ્રેસ પક્ષમાંથી પણ હાંકી કાઢયા – એ બધા ઇતિહાસથી પ્રજાને કોઈ માણસ અણજાણ રહે, એ ગંભીર ગુને જ ગણાય. કારણ કે, એ વખતે દેશના નેતાઓએ દેશને જે છેહ દીધે, એનાં ફળ - અતિ માઠાં ફળ – હવે કાયમને માટે દેશના બંને ભાગલાઓને વેઠવાનાં થયાં છે – વેઠવાં પડવાનાં છે.
ઉપરાંત, વધારે ભંડું કામ તે નેહરુવંશીઓએ પછીથી કર્યું. અંગ્રેજોએ હિંદુ અને મુસલમાન એવા બે ભાગલા પાડવા જેટલો જ ભારતમાતાનો અંગછેદ કર્યો હતો. તેઓ હરિજનેને અલગ મતાધિકાર આપી ત્રીજે ભાગલો પાડવા તાકતા હતા એ ખરું, પરંતુ ગાંધીજીએ આમરણાંત ઉપવાસ કરીને હિંદુ કેમમાં અંગ્રેજોએ પાડવા ધારેલો એ કાયમને ભાગલા રદ કરાવ્યો. પરંતુ આઝાદ ભારતના રાજ્ય-બંધારણના ઘડવૈયાઓએ પછાત વર્ગો માટે દશ વર્ષની મુદતબંધી સાથે કેળવણી તથા સરકારી નોકરીઓમાં જગાએ અનામત રાખવાની જે જોગવાઈ રાખી હતી, તેને નેહરુવંશીઓએ પછાત વર્ગોના મત મેળવવાના લોભમાં લગભગ કાયમની કરી દીધી. પરિણામે આજે ભારતદેશ ખાસ હક અને લાભ માટે કાયમ ચાતાણ કરતા પછાત-વર્ગોના હરિજન, આદિવાસી, જનજાતિ અને બક્ષીપંચે મંજુર રાખેલા બીજ સેંકડો ‘પછાત’ નામધારી ભાગલાઓનો દેશ બની રહ્યો છે. માતૃભૂમિની ઉન્નતિ, કે વિકાસ માટેના એક ધ્યયથી કે ભાવનાથી સંકળાયેલી અને સુગઠિત એવી એક” ભારતીય પ્રજા ઉભી થાય એવી એક શકયતા જ હવે રહી નથી.
સેંકડો વર્ષોથી પરદેશીઓની ગુલામી, અત્યાચાર અને અન્યાય સહન કરતી આવેલી ભારતીય પ્રજામાં અન્યાય–અત્યાચારને પ્રતીકાર કરવાની આજે શક્તિ તથા વૃતિ પણ રહી નથી. બધું ઝટ ભૂલી જવાની – ઝટ ગળે ઉતારી જવાની આપણને જાણે કુટેવ જ પઠી ગઈ છે. શ્રીકૃષ્ણ ગીતામાં અન્યાયઅત્યાચારને વિરોધ તથા સામનો કરવા (સગાં તથા ગુરુજને સામે પણ) યુદ્ધ કરવાનો તારે ધર્મ છે, તારું કર્તવ્ય છે, એવું અજુનને સંભળાવી દીધા બાદ ગંગા-જમનામાં ઘણાં પાણી વહી ગયાં. ત્યાર પછી તે બધા અન્યાચારે મૂંગે મોઢે સહન કરી લેવાનો મોટો અંધારયુગ જ દેશમાં વ્યાપી રહો. વચ્ચે એકલા શીખગુરુઓએ સ્વધર્મનું રક્ષણ કરવા દરેક શીખને શસ્ત્ર કિરપાણ (ઉં. કૃપાળ) તલવાર ધારણ કરવાનું ધાર્મિક રીતે ફરજિયાત બનાવ્યું. ગુ૦ – ૫