________________
આત્મ-બલિદાન બરફથી કે ફાટી નીકળેલા ધરતીકંપના ઊકળતા લાવારસનાં જામી ગયેલાં ગચિયાંથી છવાયેલ છે.
વાર્તા સીધીસાદી છે – કશા કાવા-દાવા, ગુપ્ત રહસ્ય, ભેદ-ભરમ કે બીજી ફાલતુ લાગણીઓના ઉછાળા તેમાં નથી. છતાં તેમાં માનવજીવનની ચરમ કૃતાર્થતા સાકાર થતી નિરૂપાયેલી હોવાથી એ સનાતન કથા – મહા-કથા બની રહી છે.
વાચકને જરૂર પ્રશ્ન ઊઠશે કે, આ નવલકથાને મુખ્ય નાયક હડધૂત થયેલી માતાને બધેથી હડધૂત થયેલો પુત્ર જ છે. છેવટે તે તે પિતાની પ્રેમપારા માનેલી યુવતી તરફથી પણ જાકારો પામે છે. પોતાની માતાને રંજાડનાર અને તેનું જીવન બરબાદ કરનાર પિતાના પિતા ઉપર, તેના બીજ ગેરકાયદે લગ્નની પત્ની ઉપર તથા તેને થયેલા સંતાન ઉપર વેર લેવા તે નીકળે છે; છતાં છેવટે એ બધામાંથી એકે વસ્તુ તે પાર પાડી શક નથી.
વસ્તુતાએ પણ સુખભેગ કે બીજી વ્યાવહારિક સફળતાઓ કે સંપન્નતાની દષ્ટિએ જ જો જીવનની સાર્થકતા નાણવા જઈએ, તે તે આપણી નવલકથાના નાયકનું જીવન છેક જ નિરર્થક–વ્યર્થ ગયેલું લાગે. નર્યા દુઃખ અને નરી હતાશા સિવાય તે પિતાના જીવનમાં કશું જ હાંસલ કરી શકો નથી.
પરંતુ તે પિતાના તુચ્છ જીવન દરમ્યાન બીજાને માટે બલિદાન થવાને છેવટે એ અનુપમ લહાવો પ્રાપ્ત કરે છે, જેથી તેનું જીવન ધન્ય બની જાય છે. જીવનની એ એક ક્ષણ પણ તેને જીવનની કૃતાર્થતાની ટોચે પહોંચાડી દે છે. માનવ ઇતિહાસના એવાં આત્મબલિદાનના દાખલા જ પછીથી સૌને યુગ સુધી મહા-કથાઓમાં કીર્તન કરવાની વસ્તુ બની રહે છે.
૩ નવલકથાકાર પ્રસંગેનું અને પાત્રોનું ઘડતર કરતે કરતે છેવટે જ્યારે આપણા સમગ્ર લાગણીતંત્રને ઉછાળી મૂકે – હચમચાવી મૂકે એવો પ્રસંગ ઉપર આવે છે, ત્યારે આપણે પણ એ ઘડીએ જાણે એક પ્રકારની ધન્યતાને ઉછાળે અનુભવીએ છીએ.
આ નવલકથાની બલિહારી તો એ છે કે, એમાં પળે પર્વે હદય-ઉછાળ પ્રસંગે આવે છે! એવા પ્રસંગે જ ભરપટ્ટ રજૂ કરવાની કુશળતા લેખકની આ નવલકથાને સાચા અર્થમાં “સાગા' બનાવે છે. મહાભારત વિશે એમ કહેવાયું છે કે, “જે આમાં છે તે જ સૌમાં છે; અને જે આમાં નથી એ કોઈમાં નથી” આમ કહીને આખા સાહિત્ય-જગતને મહાભારતનું જ