________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ઉપજીવી' બતાવ્યું છે. એને અર્થ એટલો જ છે કે માનવ-ભાવનાને ઉછાળી મૂકે – વલોવી નાખે – પાવન કરે, એવા પ્રસંગો એ મહાકાવ્યમાં એટલા બધા તથા એવા વિવિધ પ્રકારના છે કે, બીજ કવિઓ હવે જે કંઈ કલ્પશે, તે એમાં કોઈ ને કોઈ રૂપે આવી જ ગયું હશે!
આ નવલકથા પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના, પિતા-પુત્ર વચ્ચેના, ભાઈ-ભાઈ વચ્ચેના અરે દુશમન-દુશ્મન વચ્ચેના અનેક ભાવ-ઉછાળ પ્રસંગે ઉપરાઉપરી રજૂ કરે છે. માનવહૃદયના એ બધા ભાવોને દેશ-કાળ કે જાત-પાતની કશી મર્યાદા હોય નહીં. એ બધા ભાવો માનવ-સુલભ ઈ સાર્વજનિક છે. એટલે ધરતીને ઉત્તર છેડે આવેલા આઇસલેન્ડમાં ભજવાતી આ કથા ગુજરાતનાં ગરમ મેદાનમાં પણ અપ્રસ્તુત હરગિજ નથી બનતી.
આ નવલક્થા ૧૮૯૦માં લખાઈ છે. તેના લેખકની સૌથી પ્રથમ નવલકથા ૧૮૮૫ માં લખાઈ હતી, અને સૌથી છેવટની જાણીતી કથા ૧૯૨૩માં. લેખક પોતે ૧૯૩૧માં ગુજરી ગયા છે. છતાં અંગ્રેજી ભાષામાં હવે તેની એક પણ નવલકથા એક પણ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી! એ ઉપરથી વાચન-રસની બાબતમાં અત્યારનો જમાને શું શું છાંડી બેઠો છે અથવા શાની પાછળ પડ્યો છે, એ સમજી શકાય છે.
છતાં ગુજરાતી ભાષામાં એ વિશ્વ-સાહિત્યની નવલકથાઓ હજુ પણ ઉતારવાનું સાહસ કરી શકાય છે, તેને અર્થ એ છે કે, ગુજરાતી વાચક હજ પંડિત નહેરુની “જ્ઞાનની બારી”ની ચુંગલમાં પૂરેપૂરો ફસાઈ ગયો નથી. હજુ તેના અંતરના તારને છેડનારું કાંઈ પણ મળે, તે તે તેને ઝટ આવકારે છે. ગુજરાતના એ ગુપ્ત તારોને જ આપણે જેટલા વફાદાર રહીશું, તેટલા સબળા અને સધ્ધર બની શકીશું. દ્વારિકાના મોહન શ્રીકૃષ્ણ, પોરબંદરના મેહન ગાંધી, ચરોતરના સરદાર, તથા સૌરાષ્ટ્ર-કચ્છ-સુરત-ભરૂચ-અમદાવાદવડોદરાના સેંકડો નર-રત્નને યાદ કરીને ગુજરાત હજુ ધન્ય થઈ શકે છે. તા. ૨-૧૦-'૯૮
પુત્ર છે. પટેલ