________________
ભારતીય ઋષિ ડૉ. ભમરાને ધન્યવાદ!
૧૨૫ વળી “સાચું” એવું વિશેષણ લગાડવાની શી જરૂર? પરંતુ મેઢેથી પર્યાવરણવિજ્ઞાન' એવા શબ્દો બોલ્યા એટલે કશું નીપજી જતું નથી. શ્રી. ભગગરાને કહેવાનો આશય એ છે કે, યોગ વિના સાચું પર્યાવરણ વિજ્ઞાન સંભવી શકે નહિ; અને યોગી જ સાચો પર્યાવરણ-જ્ઞાની છે!
૪. બાકી આજે તે દેશને કોઈ પણ વડો કે નાના પ્રધાન દેશના પર્યાવરણમાં થયેલા અસહ્ય બિગાડની વાત કરી. ટી.વી. કેમેરાવાળાઓની પલટણે તાકેલા કૅમેરાઓ હેઠળ એક કે બે છોડવા રોપીને પર્યાવરણ સુધારવાની કે ગંગા નદીના વારાણસીના ઘાટ આગળ “સંસ્કારી કાર્યક્રમોના નાચ-ગાન સાથે ગંગા નદીનું પ્રદૂષણ દૂર કરવાની વાત કરે, તેથી શું નીપજે વારુ?
૫. કેઈ વિજ્ઞાની કે કોઈ રાજકારણીને પર્યાવરણને સુધારવા માટે લાયક કે સાચે ગણી શકાય નહીં પેગી જ સાચો પર્યાવરણ-જ્ઞાની હોઈ શકે. અને એ વાત સમજવી હોય તો સમજાય તેવી છે. કારણ કે, વિજ્ઞાનીઓએ જ પર્યાવરણને નાશ કરનારી – જંગલોને નાશ કરનારી – નદીઓને પ્રદૂષિત કરનારી વિજ્ઞાન-ટેકનોલોજી અર્થાતુ યંત્રો અને કારખાનાં આપ્યાં છે; તથા વિકસિત કહેવાતા દેશોએ જ એ વિજ્ઞાનીઓને અબજોની મદદ કરીને એ બધા વિનાશક – વિઘાતક સાધને તયાર કરાવ્યાં છે. આપણે ન વડો પ્રધાન વિકસિત દેશોની એ ટેકનોલૉજીને જ દેશમાં લાવીને પાછા સાથે સાથે પર્યાવરણ સુધારવાની વાત કરે છે!
૬. ગરીબીને દૂર કરવાની સાચી ખેવનાવાળો એક ગાંધી જ જીવનભર એક લંગોટ જેટલું વસ્ત્ર પહેરીને, ગરીબોને રોજી-રોટી ભેગા કરવા, ચરખાસંસ્કૃતિના ભલામણ કરતો રહ્યો. તેની સાથે, દૂરદર્શનના કૅમેરા સહિત ગરીબોનાં ઝુંપડાંમાં ફરી આવવાનો દેખાવ કરી આવનારા રાજકારણીઓ બીજે દિવસે પરદેશી આધુનિક ટેકનોલોજી માટે દેશના અબજો રૂપિયાનું આંધણ કરી, “ગરીબોને વધુ ગરીબ અને પૈસાદારોને વધુ પૈસાદાર ” બનાવવાના વેંતમાં જ પડી જાય છે, તે વાત સરખાવો ! અને ગરીબોનાં ઝૂંપડાંની મુલાકાત કરતાં, પરદેશોમાં રાજવીઓના મહેલોની તેમની મુલાકાતે કેટલા ગણી વધારે હોય છે, તેની પણ સરખામણી કરી જુઓ!
૭. પણ હવે શ્રી. ભમગરાની “યોગ” અને “યોગી ની મૂળ વાત ઉઘર જ આવીએ. શ્રી. ભમગરા માટે યોગ એટલે આસન – પ્રાણાયામ કે જુદા જુદા યમનિયમ માત્ર નથી. તે બધું તે યોગનાં આઠ અંગેમાં શરૂઆતની – મદદરૂપ નીવડી શકે તેવી – બાબતે માત્ર છે. આજકાલ