________________
ભારતીય ઋષિ ડૉ. ભમગરાને ધન્યવાદ !
[શ્રી. ગેાપાળદાસ પટેલની પ્રસ્તાવના]
૧. ગાંધીજીના હાથમાં શ્રી. થર્સ્ટને લખેલી ‘ફિલૉસૉફી ઑફ મેરેજ નામની ચેાપડી આવી કે તેને વાંચતાં વેંત તે બોલી ઊઠયા. “ ભારાભાર સાનાની કિંમતે મૂલવી શકાય એવું આ પુસ્તક છે.” શ્રી. થર્સ્ટન એશિયા તરફના દેશમાં મિલિટરી સર્વિસ બજાવી ગયેલા અંગ્રેજ અફસર હતા. તેમણે એશિયા તરફના દેશામાં નવ-પરિણીત પતિ-પત્નીને એક જ પથારીમાં ભેગાં સુવાડવાના રિવાજ સામે એ ચાપડીમાં આકરી ટીકા કરી છે; અને અતિ આવશ્યક ચેતવણી પણ આપી છે. તેમણે એટલે સુધી કહી દીધું છે કે, પતિ-પત્નીએ રોજ એક પથારીમાં ભેગાં સૂવું, એ વેશ્યાગમન કરતાંય બદતર વસ્તુ છે; અને પ્રજાને નિર્વીર્ધ – નિર્માલ્ય બનાવી દેનાર એના જેવી બીજી કોઈ વસ્તુ નથી.
શ્રી. થર્સ્ટને તે પછી પેાતાના રહેવાના મકાન વગેરેના ફોટા આપીને જણાવ્યું છે કે, અમે પતિ-પત્ની એક પથારીમાં તો શું પણ એક એરડામાં પણ, સાથે સૂતાં નથી. એ રીતનું આવશ્યક અંતર રાખવું એ પતિ-પત્નીના સુખ-પ્રેમની વૃદ્ધિ-ખાતર તથા તેમને તેમના જીવનનાં કર્તવ્યો ભલી પેરે બજાવવા યાગ્ય અર્થાત્ લાયક રાખવા ખાતર પણ અત્યંત જરૂરી છે.
૨. શ્રી. થર્ટનના પુસ્તક માટે ગાંધીજીએ વાપરેલા શબ્દો અત્રે યાદ કર્યા, તેનું કારણ એ છે કે, ડૉટ્ શ્રી. એમ. એમ. ભમગરાએ ઈ.સ. ૧૯૭૩માં ‘સ્વામી સત્યાનંદ ગાલ્ડન જ્યુબિલી કન્વેન્શન', બિહાર સ્કૂલ ઑફ યોગ – મે(ઘીર (બિહાર) માટે ખાસ તૈયાર કરેલ ૧૦ ફુલ્સકેપ પાનનું ટાઈઝ્ડ – સાઇકલાસ્ટાઈલ કરેલું ચાપાનિયું તાજેતરમાં હાથમાં આવતાં, તેને વાંચતાં લૈંત, મારા માંમાંથી પણ અચાનક એવા શબ્દો નીકળી પડવા કે, આ ચેાપાનિયું ભારોભાર સાનું આપીને તાળી લેવા જેવું છે!
૩. ડૉ૦ શ્રી. ભમગરાના ચાપાનિયાને વિષય છે– YOGA AND ECOLOGY' અર્થાત્ ‘યોગ અને (સાચું) પર્યાવરણ-વિજ્ઞાન.’ એ મથાળું વાંચીને સહેજે પ્રશ્ન થાય કે, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તેને
૧૨૪