________________
શ્રી સુખમની પિશમ શીખ ગુરુ શ્રી અર્જુનદેવ કૃત] સંપામગનભાઈ દેસાઈ
. ૫.૦૦ [ગાંધીજીને પત્ર] ચિ૦ મગનભાઈ,
સુયોગે જીવણજીએ, હું નીકળ્યો ત્યારે જ, મારા હાથમાં તમારું “સુખમની”, કાકાનું “જીવનને આનંદ' મૂક્યાં. “સુખમની” એ મને ખેંચ્યો તે ખેઓ જ. અષ્ટપદીએ સિવાયનું બધું પૂરું કરી આ લખી રહ્યો છું.... અષ્ટપદી પણ શરૂ કરી જ છે..... અનુવાદ સરસ ને મીઠો છે.
તમને સમય હોય ને તમે વાંચી શકે, તે તમારે શીખ-ઇતિહાસ લખી નાખવો જોઈએ. તેને સારુ તમારે ઘણું સાહિત્ય વાંચવું પડે તેમ છે; શીખામાં ફરવું જોઈએ; ખાલસા કૉલેજની લાઈબ્રેરી ગૂંથવી જોઈએ; સર જગન્દર સિંગને મળવું જોઈએ. એ જબરો લેખક છે, એ જાણતા હશે. સારો ઈતિહાસ લખ નાનકડું કામ નથી. પણ “સુખમની”ને તમારે અભ્યાસ મને બહુ ગમો છે. તમને એમાં રસ છે એમ જોઉં છું, એટલે કદાચ આ કામ તમે કરી શકે. ઉપરચોટિયા પુસ્તક્થી મને સંતોષ નહીં થાય. કદાચ તમારું વર્ષો લગીનું કામ નિર્મિત થયું હોય? તો “સ્વધર્મે નિધન શ્રેય:'. સેગાંવ-વર્ધા
બાપુના આશીર્વાદ ૧૧-૧૧-'૩૬
શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ ગુજરાતને ચરણે મહામૂલા ધર્મસાહિત્યની જે વિવિધ ભેટ ધરી છે, તેમાં શીખ ધર્મની જાણીતી અને માનીતી કૃતિઓ “જપજી” અને “સુખમની” એ બેનું સંપાદન ખાસ ઉલ્લેખનીય છે.
ચાતુર્વેદ સનાતન હિન્દુ ધર્મના ચાર મુખ્ય પ્રવાહ: બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ અને (તેરમા સૈકા બાદ ખાસ પ્રગટેલ) સંત-ધર્મ, સંતધર્મનો એક સ્ત્રોત તે શીખધર્મ છે.