SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! - અધ્યાપક ટી. એલ. વાસવાણી જણાવે છે, “સુખમનીમાં ગુરુ અર્જુને પેાતાના અંતરાત્મા ઠાલવ્યો છે. ... તેમનાં પદો પરમ વિશ્વાત્માને,— માનવસૃષ્ટિના પરમ ઐકયને – કવિ હ્રદયે અર્ધેલી અંજલીરૂપ છે ... ‘સુખમની ’ શબ્દના અર્થ મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું ‘શાંતિપ્રસન્નતાની ગાથા', કહું છું.... અનેક, વાર મને લાગ્યું છે કે, 'ભગવદ્ગીતા' અને ‘સુખમની’ એ બે એવાં પુસ્તકો છે કે, જેમને દરેક હિન્દી યુવાને અવશ્ય જાણવાં જોઈએ.” ૧૫૨ ‘સુખમની ’ શબ્દના અર્થ ભાવુક શીખા ‘સુખના મણિ' કહે છે. પારસમણિને અડવાથી જેમ લેાઢું પણ સુવર્ણ બની જાય, તેમ આ ‘સુખમની’ રૂપી મણિને સ્પર્શતાં — સેવતાં જ, ખરેખર, મન પ્રસન્નતાના અગાધ સાગરમાં તરબાળ થઈ જાય છે. મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સાથે. શ્રી જપજી [ગુરુ નાનકદેવ કૃત r સૌંપાદક : મગનભાઈ દેસાઈ કિ‘. ૪-૦૦ [આદિવચન : ગાંધીજીનું] · જે દેશની સેવા કરવા ઇચ્છે છે, જે ઈન્નુરને ઓળખવા ઇચ્છે હિંદુસ્તાનના કરોડોનું ઐકય સાધવા ઇચ્છે છે, તે માત્ર છે, જે પેાતાના જ ધર્મના કંઈક અભ્યાસ કરીને સંતોષ વાળી બેસી શકતા નથી. તેઓએ હિંદુસ્તાનમાં ચાલતા ધર્મ ને સંપ્રદાયાનાં મૂળતત્ત્વો તે તે ધર્મ કે સંપ્રદાયના અનુયાયીની દૃષ્ટિએ સમજવાં જોઈએ એવી મારી માન્યતા છે. આ કામ તે તે ધર્મપુસ્તકો વાંચ્યા વિના ન જ થઈ શકે એ દેખીતું છે. શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક' ગ્રંથસાહેબ છે. જપજી' એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેના પરિચય આપણે બધાએ કરવા ઘટે છે. મગનભાઈના સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સહુ તે લાભ ઉઠાવશે, તા. ૨૨-૩-૧૮ માહનદાસ કરમચઢ ગાંધી કલકત્તા
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy