________________
૧૫૩
શ્રી જપજી.
“જપજી” શીખ લોકોના ગુરુ ગ્રંથનો સર્વોત્તમ મહત્તવને ભાગ છે. ગ્રંથસાહેબમાં તે આદિમાં છે, એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ “જપજીનું સ્થાન સર્વોત્તમ અને પ્રથમ ગણાય છે. શીખ ધર્મનાં મૂળ તો આમાં આવી જાય, એમ શ્રદ્ધાળુ શીખો સમજે છે. તેથી એને તેઓ “ગુરુ મંત્ર' પણ કહે છે, અને દરેક શીખ રોજ સવારે એને વિધિપૂર્વક પાઠ કરે છે.
ગુરુ નાનકને ઉપદેશ કોઈ ખાસ કામ કે યુગ માટે નથી. એમાં બોધાયેલું સત્ય મનુષ્યમાત્ર માટે છે.
ગુરૂ નાનકના જમાનામાં ધર્મભ્રષ્ટતા ચારેકોર ફેલાઈ ગઈ હતી. અધૂરામાં પૂરું કરવા દેશ પર બાબર ચડી આવ્યો અને તેણે હિંદુ તેમ જ મુસલમાન બંનેના જાનમાલની નિરપેક્ષ ભાવે બરબાદી કરી. લેકની થયેલી આવી ઢંગધડા વિનાની સ્થિતિમાંથી તેમને બચાવવાનો એકમાત્ર માર્ગ સાચું ઈશ્વરચરણ સિવાય બીજો કોઈ નથી, એમ જોઈ, ગુરુ નાનકે પોતાની ભક્તિને લોકગુરુના બીબામાં ઢાળી અને અંધકાર-યુગમાં દીવો પ્રગટાવ્યો.
સાચો ધર્મ એ રાષ્ટ્રનિર્માણ કરનાર મહાન પ્રજાકીય બળ છે અને એનું ફળ સાર્વજનિક લોકસંગ્રહ છે, એ આમ કરીને ગુરુ નાનકે પુરવાર કરી બતાવ્યું હતું.
મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સહિત.