SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાનું પ્રસ્થાન અને ગીતાના પ્રબંધ સ‘પાદ : મગનભાઈ દેસાઈ ગીતા કંઈ કુરુક્ષેક્ષના રમખાણમાં જ અચાનક નથી પ્રગટી. તેનું મંડાણ મહાભારતનાં મુખ્ય પાત્રો દ્વારા થતું આવે છે. સંવાદ-કથારૂપે એ આખા ભાગ મહાભારતમાંથી આ પુસ્તકમાં જુદા તારવી આપવામાં આવ્યો છે. પ્રકરણાને અંતે તે તે પ્રકરણમાં આવતા મૂળ શ્લેાકામાંથી સુભાષિત જેવા શ્લોકો અનુવાદ સાથે તારવી આપવામાં આવ્યા છે. તે શ્લોકોના વાચનથી મહાભારતની મૂળ વાણીના પ્રસાદ પણ અંતરને પરિતૃપ્ત કરી દે છે. . ૫૦૦ ', ૨૦૦ ગીતાના બંધની ગીતાના બંધારણથી સમજ આપવામાં આવી છે. કાકાસાહેબે માનનીય પ્રસ્તાવના લખી આપીને ગીતાની સમજુતી આપી છે. ઈશાવાસ્ય ઉપનિષદ સ'પાદક : મગનભાઈ દેસાઈ કિં. ૨૦૦ • મેાક્ષ માટે બધાં ઉપનિષદોમાં જેમ એકલું માંડૂકય ઉપનિષદ બસ છે, એમ કહેવાય છે, તે પ્રમાણે બધાં ઉપનિષદા ન હોય પણ ઈશાપનિષદના પહેલા મંત્ર જ બાકી રહ્યો હોય, તોપણ બસ થાય – એમ પણ કહેવાયું છે. શ્રી. મગનભાઈ દેસાઈએ ‘મુંડકોપનિષદ', કનૈાપનિષદ' અને ‘માંડૂકયોપનિષદ ’, મૂળ શ્લાક, પદાર્થ, અન્વય, અનુવાદ તથા વિવરણથી સુસંપન્ન કરી ગુજરાતી વાચકને આપ્યાં છે. તેમની સંપાદનશૈલી આધુનિક જમાનાના વાચકને ફાવતી આવે છે તથા ઉપયાગી નીવડે છે. એ જ શૈલીમાં આ અગત્યનું ઉપનિષદ રજૂ કરવામાં આવ્યું છે. ધર્મસાહિત્યના રસિયા ગુજરાતી વાચક-વર્ગને તે ઉપયોગી તથા રસપ્રદ નીવડશે. ૧૧૪
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy