SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પિકવિક ક્લબ બ્રાસ ડિકન્સ સ'પા॰ : ગાપાળદાસ પટેલ કિં. ૩૦-૦૦ [પ્રકાશકનું નિવેદન ] જગવિખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ (૭–૨–૧૮૧૨ થી ૯-૬-૧૮૭૦) ની તેવી જ વિખ્યાત કટાક્ષ-કથા ‘પિકવિક પેપર્સ 'ના વિસ્તૃત ગુજરાતી સંક્ષેપ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. ડિકન્સે એકસાથે હાસ્ય અને નવલકથાના રસ ભેગા કરીને એક અનેાખું સર્જન કર્યું છે. પિકવિક નામના એક તવંગર અને નિવૃત્ત સદ્ગૃહસ્થે સ્થાપેલી પિકવિક કલબને પાયામાં લઈને તેના પ્રમુખ અને સ્થાપક મિ૦ પિકવિક સાથે ક્લબના બીજા ત્રણ સભ્યોને – જેમાંના એક પોતાને કવિ કહેવરાવે છે, બીજે મરદાની રમતગમતના શાખીન કહેવરાવે છે અને ત્રીજો કેવળ સ્રી-દાક્ષિણ્ય ધરાવે છે— તેમને લેખક પત્ર-પ્રવાસે મેકલે છે. અર્થાત્ પોતાને ખર્ચે પ્રવાસે નીકળનારા એ ચાર માનદ સભ્યો પ્રવાસ દરમ્યાન પોતે જે અનુભવોમાંથી પસાર થાય, જે નિરીક્ષણ કરે, જે વ્યક્તિઓના પરિચયમાં આવે તથા જે ‘સંશાધના' કરે, તે બધાં પોતાની કલબને પુત્રા મારફત પહોંચાડે, અને કલબ તેમની સહર્ષ નોંધ લે અને રાખે. એ પ્રવાસી મારફત ડિકન્સ પોતાના આખા સમાજની — સ્ત્રીપુરુષા, તવંગર-ગરીબા, માલિક-નેકરા, કાયદો અને ન્યાયના સંરક્ષક તથા વિતરક ગણાતા પેાલીસ-ન્યાયાધીશ વકીલ ગુમાસ્તા, પ્રજાની શારીરિક સંભાળ રાખનારા કહેવાતા દાક્તરા, પ્રજાના આધ્યાત્મિક રખેવાળા ગણાતા ધર્માચાર્યો, લાકશાહીના પ્રાણરૂપ ગણાતી ચૂંટણી, વિજ્ઞાનીઓનાં સંશાધના અને અભ્યાસા – કલબા, મંડળો અને તેમની કામગીરી — એ બધાં ઉપર પોતાની હાસ્યકટારી ચલાવે છે. કોઈ વર્ગ કે વ્યક્તિ એની ઉગામેલી કલમમાંથી બચી શકતાં નથી, આવી રીતે પોતાના સમાજની ઊણપો અને દૂષણા ઉઘાડાં પાડવાં – અને તે માત્ર ટીકાખાર બનવા નહિ, પણ લાકોને એ બધાંમાંથી - 1 ૧૦૨
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy