SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! ઘણી વાર તે, એ અંગને સ્વાર્થ તે જ સમગ્ર પ્રજનું હિત છે, એવી માન્યતા લોકમાનસ પર ઠસાવવાનો પ્રયાસ થાય છે. તે વખતે એ આખા સવાલમાં પ્રજાનું સાચું હિત કયાં અને કેવું રહેલું છે તેની પ્રસંગે પ્રસંગે સ્પષ્ટતા કરતા રહેવું પડે છે. શ્રી. મગનભાઈ દેસાઈ વર્ષોથી, બલકે જ્યારથી આ સવાલ જાહેર ચર્ચાના મેદાનમાં ઊપડ્યો ત્યારથી, એક સત્યાગ્રહી તરીકે લગભગ એકલે હાથે આ ફરજ અદા કરતા આવ્યા છે. તેમાં હમણાં હમણાં એ વાદાવાદમાં પિતાનાં જે લખાણેથી તેમણે પરિસ્થિતિનું સત્ય લોકો આગળ રજૂ કર્યું છે, તેને આ સંગ્રહ છે. જેને જેને આ દેશની સામાન્ય અને ખાસ કરીને પછાત પ્રજાનું ભણતર ને તેની વ્યવસ્થા ઘટતી ગોઠવાય એવી લગની છે, તે સૌને આ લખાણો પોતાની સમજ સ્પષ્ટ તેમ જ શુદ્ધ કરવામાં ઉપયોગી નીવડવાં જોઈએ. આ દૃષ્ટિથી આ લખાણને સંગ્રહ યોગ્ય સમયે એકત્ર કરી પ્રસિદ્ધ કરવાને સારુ પરિવાર પ્રકાશન સહકારી મંદિરને અભિનંદન ઘટે છે. સત્યાગ્રહનો રસ્તો કઠણ છે. તે માર્ગે જનારાઓને ઘણી વાર એકલા એકલા પિતાને પ્રવાસ ચાલુ રાખવો પડે છે. પણ એવા માર્ગના પ્રવાસીઓ જ દેશમાં ચાલી રહેલી સર્વાગી કાતિને આગળ ચલાવવાની પ્રજાની શક્તિ નિર્માણ કરે છે. આ ચેપડી એવી શક્તિ કેળવવામાં ઉપયોગી નીવડે. તા. ૩૧-૭-'૬૫ ઠાકરભાઈ મ. દેસાઈ મારે જે કહેવું છે તે એટલું જ કે, જેમ આપણું રાજ્ય પચાવી પાડનાર અંગ્રેજોના રાજ્યને સફળતાથી આપણે કાર્યું. તેવી જ રીતે સાંસ્કૃતિક સ્વરાજને પચાવી પાડનારી અંગ્રેજી ભાષાને પણ કાઢો. જગતનાં વેપાર તથા રાજ્યનીતિની આંતરરાષ્ટ્રીય ભાષા તરીકેનું તે ભાષાનું કુદરતી સ્થાન છે, તે તે સમૃદ્ધ એવી એ ભાષાનું હમેશ રહેશે.” ૧૧–૯–૪૭ - ગાંધીજી આ જરૂરી ફેરફાર કરવામાં જેટલા દિવસની ઢીલ થાય છે, તેટલું આપણા રાષ્ટ્રને સાંસ્કૃતિક નુકસાન જ થાય છે.” ૨૧-૯-૪૭ - બાંધીજી
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy