________________
મિડલ સ્કૂલ : “અદકેરું અંગ”
લેખકઃ મગનભાઈ દેસાઈ
કિં. ૧-૦૦
આવકાર
[[ઠાકોરભાઈ મ. દેસાઈ) અંગ્રેજોએ પિતાને રાજવહીવટ સારી રીતે ચાલે તે સારુ ભણતરની એક પદ્ધતિ આ દેશમાં ઊભી કરી અને ચલાવી. તેના કેટલાંક પરિણામો આવ્યાં. એક એવું કે, આ દેશમાં અંગ્રેજી ભણેલાઓની એક જમાત ઊભી થઈ. બીજું એવું કે, લેકમાનસમાં બધી રીતે આગળ વધવાની ચાવી અંગ્રેજી અને તે વાંચવાલખવાની આવડત છે, એવો ભાવ દૃઢ થયો. ત્રીજું એ કે, ભણતર જ નહીં, જ્ઞાન એટલે પણ અંગ્રેજી જ, એવી એક વિચિત્ર મનોદશા આ દેશના લોકોમાં ઘર કરી ગઈ. સ્વરાજ્યની સ્થાપના થયા પછી દેશના ભાવી વિકાસની દૃષ્ટિથી રાષ્ટ્રની ભણતરની વ્યવસ્થામાં અંગ્રેજીનું સ્થાન શું હોય તે બાબતમાં જે અનેક તરેહવાર વિચારો ને ભાવો વહેવારમાં કાર્ય કરતા જોવા મળે છે, તે પરથી અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણની પદ્ધતિનાં રાષ્ટ્રના વિકાસને બાધક પરિણામોની સાબિતી મળે છે.
આખાયે દેશમાં રાજ રાજ્ય અને પ્રદેશ પ્રદેશે અંગ્રેજીને ભણતરમાં તેમ જ બીજા વહેવારોમાં તેના યોગ્ય સ્થાને મૂકવાને માટે મથામણો ચાલે છે. અંગ્રેજીને મળી ગયેલા અકુદરતી સ્થાનને કારણે એ મથામણો બહુ કપરી નીવડી છે. છતાં એક વાત નિશ્ચિત છે કે, એક પ્રજા તરીકે આપણે આ બાબતમાં સાચી પરિસ્થિતિ ઓળખી, આપણું સામર્થ્ય કેળવવાને અંગ્રેજીને તેને ઘટતે સ્થાને રોકી દઈશું નહીં ત્યાં સુધી આ દેશની આખીયે શિક્ષણવ્યવસ્થામાં અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં જીવ આવવાનો નથી.
ગુજરાત રાજ્યમાં આ મુદ્દા પર વર્ષોથી વહીવટને અને શિક્ષણને ક્ષેત્રે વાદાવાદ ચાલ્યા કરે છે. સમગ્ર પ્રજાના હિતના વિરોધમાં તેના એક અંગનું હિત ખડું થાય છે ત્યારે એ વાદાવાદ કેવાં કેવાં ચિત્રવિચિત્ર સ્વરૂપો ધારણ કરે છે, તેને આપણને પાછલાં વર્ષોમાં સારો એવો અનુભવ થયો છે.
૧૫૭