________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
સંપાદકઃ મગનભાઈ દેસાઈ . નાસાઈ
કિં. ર૫-૦૦ [જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈ] . ગાંધીજી જણાવે છે તેમ, તેમના ઉપર ત્રણ મહાપુરુષોની ઊંડી છાપ પડી હતી : ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ. ઇંગ્લેન્ડ વાસ દરમ્યાન ઊભા થયેલા આત્મમંથન વખતે હિંદુ ધર્મ બાબતમાં તેમને જયારે શંકા પેદા થઈ હતી, ત્યારે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. હિંદુધર્મમાં જ જે જોઈએ તે મળે એમ છે, એવા ગાંધીજીને તેમની સાથેના પત્રવ્યવહારથી વિશ્વાસ બેઠો હતો.
ગાંધીજીના જીવનનો (ખાસ કરીને તેમના અધ્યાત્મ-વિકાસના ક્ષેત્રે) અભ્યાસ કરનારે તેમના ઉપર આવો પ્રબળ પ્રભાવ ધરાવતી આ વ્યક્તિ વિષે જાણવું જોઈએ – એ ખ્યાલથી શ્રી. મગનભાઈ દેસાઈ કવિ રાજચંદ્રનાં લખાણો વાંચવા શરૂઆતમાં પ્રેરાયા હતા.
ત્યાર પછી શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી અંગે લેખ લખવાને આવતાં તેમણે નોંધ્યું છે કે, શ્રીમદ્ રાજચંદ્રની જાણ (ગાંધીજીની જગમશહૂર “આત્મકથા' વાટે) જગતભરમાં ફેલાઈ હોવા છતાં, શ્રીમદૂનાં જીવનકાર્ય તથા બોધવચને તેમ જ સાહિત્યને ઘટતે અભ્યાસ થયો છે એમ ન કહી શકાય. ગુજરાતના સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક લોકજીવનના ઈતિહાસમાં કવિશ્રીનું ટૂંકું જીવન પણ એક અનેખું પ્રકરણ બની શકે એવું પ્રભાવશાળી અને મૌલિક છે. તે વિચારથી શ્રી. મગનભાઈ દેસાઈએ શ્રીમદ્ રાજચંદ્રનું મોટું અને અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર લખવાનું કામ આરંળ્યું હતું.
મહાપુરુષોને પણ ઉચિત – અધિકારી જીવનચરિત્ર-લેખક મળવા એ તેમનું ખુશનસીબ ગણાય છે. જોકે, ગીતાના વિવરણ પેઠે શ્રી. મગનભાઈનું આ બીજું અગત્યનું પુસ્તક પણ તેમના અકળ અવસાનને કારણે અધૂરું જ રહ્યું છે. છતાં એ વાંચતાં, શ્રીમદ રાજચંદ્રનું આવું સર્વોપયોગી થાય તેવું ઝીણવટભર્યું જીવનચરિત્રા લખાવું કેટલું બધું જરૂરી છે, તથા આ પુસ્તકથી તે ઊણપ કેટલે મહદંશે પૂર્ણ થાય છે, તેને ખ્યાલ વાચકને આવ્યા વિના રહેશે નહિ.
૧૫૬