________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! આ કથા એક ગણિકાના ઉદ્ધારની છે : ઉદ્ધારક ડૂબે છે – પતિતા પાર તરી જાય છે. અધ્યાત્મસિદ્ધિ અને મુક્તિ કેવી ગૂઢ અનુભવગમ્યતા છે! ઉદ્ધારક મનાતી વ્યક્તિ તારક નથી; બહુ બહુ તે ગુરુ પેઠે બાહ્ય નિમિત્ત તે બને; બાકી, અંતરયામી “સીતારામ પ્રભુ પતિતપાવન સાથો તારક છે; જે દરેકના હૃદયમાં હાજરાહજૂર છે. છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ જો અભિમાન કરે તો? – આ કથા એને જવાબ આપશે,
ઉપનિષદએ તો માનવ અધ્યાત્મના ઇતિહાસના આદિકાળથી આત્માના આવા જાદુ વિશે કહી જ રાખ્યું છે – न अयम् आत्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन । । यम् एष एव वृणुते तेन लभ्यः तस्य एष आत्मा विवृणुते तनूं स्वाम् ॥
(મુંડ, ૨-૨૨) [આ આત્મા પ્રવચન- શાસ્ત્રાર્થની શક્તિથી, બુદ્ધિની ઝીણવટથી કે પુષ્કળ શારશ્રવણથી મેળવી શકાતું નથી. જેને એ વરે છે, તેનાથી એ પમાય છે. તેને એ આત્મા પોતાનું સ્વરૂપે પ્રગટ કરે છે.]
ઉદ્ધારક વસ્તુ વ્યક્તિનું આત્મજ્ઞાન છે. અને એ જ્ઞાનને સદે આત્મસ્વયંવરને છે. એને લક્ષવેધ મત્સ્ય-વેધ કરતાંય ઘણો ગહન છે – તે ભારે મહાભારત કામ છે.
આ કથા કહે છે - મઠાધિપ, શિષ્યગણાચાર્ય અને મહાપ્રતિષ્ઠ તપોધનને તેવો વેધ ન ફળે; એક ગણિકાને તે સદે અને સંભવે જ નહીં - ફળે પણ!
આ અમૃતસંજીવની મહાશક્તિ ભક્તિયોગમાં સંતાયેલી છે; ઈશાર્પણની પ્રમશકિત એ છે. કેટલાય મહાનુભાવ શાસકારોએ, માનવ ગૌરવાભિમાનનાં લક્ષણ સમાં એવાં બુદ્ધિ અને અહંકાર તેની તરફ જોઈને,– આ જ વસ્તુને નિર્વાણ, બ્રહ્મનિર્વાણ, શૂન્ય, ઇ0 નામો વડે વર્ણવી છે. તે અભાવવાચકો છે; તે બધાને ભાવવાચક તે તેમાં રહસ્યરૂપે રહેલી માનવહૃદયની પ્રેમ-નિવેદન-શક્તિ છે.
“પણ આ બધું તે ભારતની અધ્યાત્મ સંસ્કૃતિ પરથી ને તેની પરિભાષામાં કહેવાય. આ કથા તે યુરોપની ખ્રિસ્ત સંસ્કૃતિને સંબોધે છે, અને ગ્રીક પૈગન યુગને આવરીને વાત કરે છે!” – આવી ટીકા મનમાં જાગે.