________________
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી !
અને ગુજરાતના વાણિયા તથા ખેડૂતો પણ પ્રેમ-શૌર્યથી કેટલા છલકાતા હોય છે તે આઝાદીની લડત વખતે તે વર્ગોમાંથી આવેલા ગાંધીજી અને સરદાર પટેલથી સાબિત નથી થયું?
૧૮૪
૨
પ્રસિદ્ધ નવલકથા લેખક સ્કૉટ પણ ઈંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડને લગતી, અને મુખ્યત્વે પેાતાના વતન સ્કૉટલૅન્ડને લગતી ઐતિહાસિક નવલ કથાઓ વડે પ્રેમશૌર્યની કથાઓના જ અદ્ભુત રસ રેલાવે છે. ૧૭૯૨ માં બૅરિસ્ટર થયા પછી વૅકેશન દરમ્યાન સ્કૉટ પાતે સરહદી વિસ્તારોમાં લેાકગીતા અને ાકકથાઓ ભેગી કરવા ફર્યા કરતા. અને તેમાંથી તેમણે પાતે કેટલાક જાણીતા વીરરસની કથાઓવાળા રાસડાઓ ૧૮૦૫થી ૧૮૧૦માં રચ્યા. ત્યાર બાદ .તેમણે રોમાંચક અદ્દભુત-કથા લખવાનું શરૂ કર્યું. તેમનું ‘વેવર્લી ’ ૧૮૧૪ માં પ્રસિદ્ધ થયું. ત્યાર પછી ૧૮૧૯ સુધીમાં તેમની નવેક નવલકથા પ્રસિદ્ધ થઈ. તે એવી લાકપ્રિય નીવડી કે ૧૮૨૦માં તેમને ઑરેનેટ બનાવવામાં આવ્યા.
૧૮૨૦માં તેમની ‘આઈવનહો' નવલકથા પ્રસિદ્ધ થઈ. અને તે પછી તા ઐતિહાસિક નવલકથાઓની હારમાળા જ આરંભાઈ. તેમાંની ‘કવેન્ટિન ડરવાર્ડ ’ ૧૮૨૩માં પ્રસિદ્ધ થઈ. ૧૮૨૫ સુધીમાં બારે તેવી નવલકથા પ્રસિદ્ધ થયા બાદ સ્કૉટ એક માટી આર્થિક સંકડામણમાં અટવાઈ પડયા. બૅલેન્ટાઈન પ્રકાશન સંસ્થામાં તેમણે ખૂબ જ મૂડી-રોકાણ કર્યું હતું. તે કંપનીએ ૧૮૨૫માં દેવાળું કાઢયું, ત્યારે સ્કૉર્ટ બહાદુરીભેર એ આખું દેવું પોતાની ઉપર એઢી લીધું. ત્યાર પછી તેમણે પોતાનું હીર નિચાવી-નિચેાવીને સતત લેખનકાર્ય ચલાવ્યે રાખ્યું; અને તેમના મૃત્યુ સુધીમાં તેમનાં પુસ્તકોના વેચાણમાંથી એ બધું દેવું ભરપાઈ થઈ ગયું
સ્કૉટના જીવનમાં પરાક્રમ અને હિંમતના આવા અદ્દભુત-રસ ભારોભાર ભરેલા હતા.
તેમની નવલકથાઓમાંથી ‘કવેન્ટિન ડરવાર્ડ ' નવલકથા ગુજરાતી સંક્ષેપ માટે પહેલી પસંદ કરવાનું એક કારણ એ છે કે, અગાઉ સંપાદન કરેલ વિકટર હ્યુગાની ‘હુંચૉક ઑફ નેત્રદામ ' (‘ ધર્માધ્યક્ષ ') નવલકથાના સ્થળ-કાળને સ્પર્શતી જ એ નવલકથા છે. અર્થાત્ ફ઼્રાંસના રાજા લૂઈ-૧૧ ના સમયની (૧૪૨૩૮૩). તેમ જ આખી કથા ફ઼્રાંસની ભૂમિ ઉપર જ મંડાય છે અને પૂરી પણ થાય છે.