________________
ફેનિલવથ
૧૫
અલબત્ત, તેના નાયક સ્કૉટલૅન્ડનો એક ઠાકોર ખાનદાનનો જુવાનિયા છે. તેનું આખું કુટુંબ એ ખાનદાનની અંદરઅંદર ચાલતી લડાઈઓમાં ખતમ થઈ ગયા બાદ, તે એકલે બચી નીકળી પેાતાના મામા કે જે ફ્રાંસમાં રાજા લૂઈ-૧૧ના સ્કૉટિશ સંરક્ષક-દળમાં નાકરી બજાવતા હોય છે, તેમની મદદથી તેવી જ નોકરી મેળવવાની ઇચ્છાથી ટ્રાંસ તરફ ચાલ્યા આવે છે. તે ફ઼્રાંસના રાજાના તુરમાં આવેલા રાજગઢ સામેની નદીને કિનારે વાર્તામાં પ્રવેશ કરે છે, ત્યારથી જ આ પ્રેમશૌર્યની કથાના જે રસપ્રવાહ મંડાય છે, તે આ નવલકથાની છેલ્લી લીટી સુધી અસ્ખલિત વહ્યું જાય છે.
આપણે ત્યાં પણ રાજપૂતાની તથા કાઠીઓની એવી જ વીરરસભરી અનેક ચારણ-કથા જાણીતી છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર તે। એવી કથાએનાં ધામ છે. સ્કૉટલૅન્ડની વીરકથાઓના એક સુપ્રસિદ્ધ લેખકની આ કથા ગુજરાતી વાચકોને પણ ગમશે તથા તેમને પ્રેમશૌર્યના રસથી તરબાળ કરશે, એવી આશા છે.
પ્રેમ અને શૌર્ય એ કોઈના પણ જીવનમાં અદ્દભુત રસ પૂરવા માટે પૂરતાં સમર્થ બળા છે. અને માનવજીવન મુખ્યત્વે એ બેથી જ રસભર્યું બન્યું છે, પરંતુ એ બંનેયની ઊતરતી હીન કક્ષા પણ હાઈ શકે છે; અને એમ બને ત્યારે તેમના જેવી માન જીવનને ભ્રષ્ટ અને બરબાદ કરનારી ચીજો પણ બીજી કોઈ નથી. એટલે એ બે વસ્તુઓની કથાઓનું સેવન બહુ સાવધાનીથી કરવા જેવું છે. કોઈ પ્રતિભાશાળી વિરલ લેખક જ એ બે ભાવાને નિર્ભેળ શુદ્ધ સ્વરૂપમાં રજૂ કરી શકે. આ નવલકથા જ જુઓ— પહેલેથી છેલ્લે સુધી એમાં પશ્ચાદ્ભૂમિકામાં એક સુંદર સ્ત્રી જ વ્યાપી રહી છે, કવેન્ટિનની કથા મંડાય છે ત્યારથી જ – મલમેરી-મંડપ લૉજમાંથી જ — ઇસાબેલા તેના જીવનમાં દાખલ થાય છે, અને છેવટ સુધી રહે છે. છતાં તે એના પરાક્રમી જીવનના એક પ્રેરકબળ તરીકે જ રજૂ થાય છે — અને રહે છે. નવલકથાની લગભગ છેલ્લી લીંટીમાં જ તેમના લગ્નની હકીકત નોંધાય છે; છતાં આખી નવલકથામાં તેમના પ્રેમ-ભાવ જ તેના મુખ્ય સૂત્ર તરીકે આખી વાર્તાના રસ-પ્રવાહને ધારણ કરી રાખે છે. કોઈ પણ બીજા સામાન્ય લેખકના હાથમાં આ નવલકથા પ્રેમ-ૌર્યને બદલે સ્થૂલ ભાગરસમાં પણ પરિણત થઈ હાત. પ્રેમ-રસને ક્ષુલ્લક ભાગરસમાં સરકી જતાં વાર નથી લાગતી. પ્રેમી પાત્રોના ઉદાત્ત અને શૌર્યભર્યા સ્વચ્છ જીવન-કાર્યથી જ તે રસની પ્રેરક-બળ તરીકેની તાસીર જળવાઈ રહે છે.