________________
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! અલબત્ત, સ્ત્રી-પુરુષના પ્રેમ-રસની વસ્તુ આજના જેવા સામાન્ય સુખેથી જમાનામાં તેની હીનમાં હીન કોટીએ જ પ્રગટતી હોય છે. આપણા દેશમાં જેમકે અત્યારે એ વસતુ કુટુંબનિયોજનનાં પ્લાસ્ટિક કે નસ્તરમાં જ અટવાઈ ગઈ છે. અને તેથી જ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય અંગ્રેજી છાપાના ફિલ્મ પ્રકાશનમાં એક કટારલેખક, જયારે તેને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને કેવી સ્ત્રી ગમે – વાંકા પોપટ-નાકવાળી (હૃકડ) કે સીધા નાકવાળી? ત્યારે તે જવાબ આપે છે – મને તે ‘લુડ’– આંકડી નાખેલી નાખેલી સ્ત્રી ગમે !
ભારત સરકાર દેશના સાહિત્યકારો – નવલયા-લેખકો – કવિતા લેખકો – ચિત્રકારે – ફિલ્મ નિર્માતાઓ – એ સૌની પાસે કુટુંબ-નિયોજનના કામ માટે
જ મદદ માગી રહી છે. તેને સમગ્ર સાહિત્ય-કળા દ્વારા માત્ર એ એક જ લક્ષ્ય સિદ્ધ કરવું છે.
અને તે માટે રૂપાળી દલીલ એવી કરાય છે કે, દેશની સંપત્તિ મર્યાદિત છે એટલે એને ભગવનારાં અમર્યાદિત ન હોવાં જોઈએ. અર્થાતુ અત્યારની પેઢીના હાથમાં દેશની જે કંઈ ધનસંપત્તિ આવી છે, તેને ઉપભેગ તેણે જ ઘરડા થઈ મરતા સુધી કર્યા કરો – નવી સંતાનોત્પત્તિ દ્વારા જેટલા તેમાં હિસ્સેદારો વધશે, તેટલું તેનું જ સુખથેન ઓછું થશે!
આવી ભાવનાવાળા દેશમાં પ્રેમ-શૌર્ય-સ્વાર્પણ-બલિદાન વગેરે ઉદાત્ત ભાવે અને ભાવનાઓનુ પછી ઢબ જ થઈ રહે, મા પિતાના રોટલાના ટુકડાંમાંથીય પિતાના બાળકને મોટે ભાગ આપી દે, એ ભાવના તે માનચિત ભાવના કહેવાય. પરંતુ મા પિતાનું સુખચેન ઓછું ન થાય, તે માટે બાળકોને ગર્ભમાં આવતાંત કે આવતા પહેલાં રોકી રાખવા ઇચ્છ, એ તો કઈ નીતિને યોગ્ય ભાવના કહેવાય એ કહેવું મુશ્કેલ છે.
દેશમાં અનાજ ઓછું છે માટે ખાનારાં મોઢાં ઓછાં કરશે એવી રાષ્ટ્રીય હાકલ ન હોઈ શકે. રાષ્ટ્રીય હાકલ તે એવી હોય કે દરેક હાથને કામ મળવું જોઈએ, અને દરેક મઢાને ખાવાનું. એ જાતની હાકલ નીચે બધી માનચિત ભાવનાઓને ખીલવાને કે જન્મવાને અવકાશ રહે છે. પણ ‘તમારા સુખચેનમાં ભાગ પડાવવા આવનાર તમારા બાળકને આવતું રોકો’ એવી હાકલ મા-બાપને કરવી, એ તે બધી ઉદાત્ત ભાવનાઓને જન્મતાં વેંત જ મારી નાખવા જેવું છે. એ દેશ કે એવી આખી દુનિયા પછી એકબીજાને ભોગે સુખી થવા ઈચ્છતાં, અને અંદરોઅંદર લડી ઝઘડીને ખતમ થતાં કાંગલાની જ દુનિયા બની રહે. એવા ભવિષ્યથી ભગવાન સૌને બચાવે.