________________
આશા અને ધીરજ
એટલે સાચા પ્રેમ-શૌર્યનાં જીવન-ચિત્રો રજૂ કરતી આવી નવલકથા જેટલી મળે તેટલી ઓછી. એવાં પ્રેમ-શૌર્ય અંકિતસ્રી-પુરુષનાં સંતાન પણ એવાં તેજસ્વી પાકશે, જે ધરતી ખૂંદીને ગમે ત્યાંથી ખાવાનું અને પીવાનું મેળવી લેશે, તેમ જ એકબીજાને વહેંચીને ખાવાનું જ ઈચ્છશે. લૂપાની ફૅટરી અને નિરોધનાં પૅકેટો એ તે સૌ આદર્શોનું — સૌ ઉદાત્તા ભાવનાઓનું – અરે પ્રેમશૌર્યની જ ભાવનાનું કબ્રસ્તાન છે.
તા. ૧-૧૨-૯૩
ગેાપાળદાસ પટેલ
આશા અને ધીરજ
અલેકઝાન્ડર ડૂમા
સંપાદક : ગેાપાળદાસ પટેલ
કિ. ૩૦-૦૦
૧૮૭
કાઉન્ટ ઑફ મેાન્ટક્રિસ્ટા’
[બાળક માટે] પ્રકાશકનું નિવેદન
મશહૂર ફ્રેન્ચ નવલકથા-કાર તથા નાટય-કાર અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨-૭૦)ની વિખ્યાત નવલકથા ‘કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટો ’ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. મૂળ નવલકથા । માએ ઈ.સ. ૧૮૪૪-૫ દરમ્યાન ૧૮ ભાગામાં પ્રસિદ્ધ કરી હતી. તે બૃહત્કથાના આખા અનુવાદ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવા, એ તા આર્થિક દૃષ્ટિએ કરતાં, વધુ તે, આજના ગુજરાતી વાચકની દૃષ્ટિએ મિથ્યા પ્રવૃત્તિ જ ગણાય. છતાં આ સંક્ષેપ એવી સફળ રીતે તૈયાર થયા છે કે, એ વાંચતાં – અને કેટલીક વાર તે વારંવાર વાંચતાં પણ – રસના ઘૂંટડા ઊતર્યા જ કરે છે.
-
આ નવલકથા અદ્દભુત રસની નવલકથા છે. પરંતુ એને અદ્ભુત રસ અલાદીનના જાદુઈ દીવાની કથાના જેવા માત્ર મનેોરંજન પૂરતો અદ્ભુત નથી. આ નવલકથામાં માનવના અંતરની સારી તથા ખાટી એમ બંને જાતની લાગણીઓને અદ્ભુત રસના રંગથી રંગીને એવી પરાકાષ્ઠાએ પહેોંચાડીને રજૂ કરવામાં આવી છે કે, જેથી તે સંપૂર્ણ યથાતથતા ધારણ કરવા ઉપરાંત વધુ તા પૂરેપૂરી વેધક બની રહી છે. આપણી ઊંડી લાગણીઓને