________________
૧૮૮
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! જ્યારે લેખક પિતાની કસબી કલમથી ઝણઝણાવે છે, ત્યારે આપણે કોઈક અર્લીકિક રસમાં તરબોળ થઈ જઈએ છીએ. તેવા પ્રસંગે વાંચતી વખત આપણી આંખમાંથી એક પ્રકારની કૃતાર્થતાનાં આંસુ વહ્યા વિના રહેતા નથી. આ નવલકથા પૂરી કરીને હેઠી મૂક્યા બાદ આપણને આપણા જીવનને અમૂલ્ય સમય વેડફી માર્યો એમ લાગવાને બદલે કૃતાર્થ કર્યો એમ જ લાગે છે. કોઈ પણ નવલકથાને માટે આમ કહી શકાવું, એ તેની ગુણવત્તા બાબત સર્વોત્તમ પ્રમાણપત્ર ગણાય.
ડમાએ પિતાની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત તે ઐતિહાસિક નાટ્યલેખનથી (ઈ.સ. ૧૮૨૯) કરી હતી. નવલકથાકાર તરીકેની તેની
ખ્યાતિ ઈ.સ. ૧૮૪૪માં તેણે લખેલી નવલકથા “શ્રી મસ્કેટિયર્સ'થી શરૂ થઇ. પછી તો તેણે પતે તેમ જ તેણે આપેલા વાર્તાતંતુને આધારે વિસ્તારીને લખનારા બીજા સહાયક લેખકોએ મળીને લખેલી નવલકથાઓની કુલ સંખ્યા ૩૦૦ જેટલી થાય છે!
પરિવાર સંસ્થાએ ડૂમાની નવલકથાના આ સંક્ષેપ ઉપરાંત “શ્રી મચ્છટિયર્સ'ના પાંચ ભાગો રૂપે બીજી પાંચ નવલકથાઓના સચિત્ર સંક્ષેપ પણ પ્રસિદ્ધ કર્યો છે. તે પાંચેય મૂળે તે સ્વતંત્ર નવલકથાઓ જ છે.
પરિવાર સંસ્થાએ ડૂમા ઉપરાંત વિકટર હ્યુગ, ટૉલ્સ્ટૉય, ડિકન્સ વગેરે બીજા વિખ્યાત લેખકોની મશહુર નવલકથાઓના સંક્ષેપ પણ ગુજરાતી વાચકને આપ્યા છે. તેમાંની કેટલીકની પણ બીજી આવૃત્તિઓ બહાર પાડવાની થઈ છે. વિશ્વસાહિત્ય કહેવાય તેવી વિખ્યાત નવલકથાઓ, ગુજરાતી વાચકને માફક આવે તેવા સંક્ષેપ રૂપે, પ્રસિદ્ધ કરવાની પ્રવૃત્તિ સંસ્થાએ ઉપાડી કે તરત જ ગુજરાતી વાચકવર્ગ તરફથી તેને જે આવકાર મળ્યો, તેથી પ્રેરાઈને પરિવાર સંસ્થાએ એ મોટું કામ હોંશભેર વિસ્તાર્યું હતું. પણ એવી નિર્દોષ તથા રાષ્ટ્રસેવા કહી શકાય તેવી પ્રવૃત્તિ ઉપર પણ આસમાની-સુલતાનીના એવા ઓળા ફરી વળ્યા કે, સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ. આમ બે-એક દાયકા સુધી નિષ્ક્રિયતામાં ગેધાઈ રહ્યા બાદ, ઉપરવાળાની કઈક અગમ્ય કળાથી, પરિવાર સંસ્થા જુદા કલેવર વડે પિતાની સેવા ફરીથી ગુજરાતને ચરણે રજૂ કરવા શક્તિમાન થઈ છે. અમને આશા છે કે ગુજરાતી વાચક તરફથી અમને પહેલાંની પેઠે જ હાર્દિક અને વ્યાપક સહકાર પ્રાપ્ત થશે. તા. ૨-૪-૮૬
પુત્ર છે. પટેલ