________________
આઈવન હે।
તિ પ્રેમ-વિજય
વૉલ્ટર સ્કૉટ
સ'પાદક: ગાપાળદાસ પટેલ પ્રસ્તાવના: એસ. આર. ભટ્ટ
ક. ૧૨-૦૦
રકૉટની બીજી રસિક કૃતિએ આપે
[પ્રમ-શૌય અંકિત કથા : ઇવાન હો]
૧૫મી ઑગસ્ટ ૧૭૭૧ના વર્ષમાં જન્મ, અને ૧૮૩૨ ની સાલમાં મૃત્યુ – આવડી જીવનઅવધમાં અંગ્રેજી સાહિત્યને રંગીન સ્પર્શ આપી જનાર વૉલ્ટર સ્કૉટ પશ્ચિમની ઐતિહાસિક કૌતુકકથાના પિતામહ ગણાયા છે. ગુજરાતમાં સાદશ્ય શેાધવું હોય તા નર્મદ, મુનશી અને મેઘાણીનું ત્રિપુંડ રચવું પડે. લેાકસાહિત્યના કસૂંબી રંગ સ્કૉટે આકંઠ પીધા હતા. કલમના ખેલ રચીને એણે યાગક્ષેમ વાંછયું હતું. સ્કૉટિશ અસ્મિતાના એ આરાધકે વતનના જાહેર જીવનમાં અને સ્વપ્રદશા પૂજામાં ઇતિહાસના નવા રંગ સિદ્ધ કર્યા હતા. ફ્રેંચ સાહિત્યના લેાકપ્રિય સર્જક એલેકઝાન્ડર ડૂમા, ઈંગ્લૅન્ડના ડિકન્સ અને થેકરે, રશિયાના ટૉલ્સ્ટૉય – આ સહુના તે પૂર્વાચાર્ય હતા. એ સહુને માટે સ્કૉટનું સાહિત્ય ગંગેાત્રીનું તીર્થસલીલ હતું.
સ્કૉટલૅન્ડની રાજધાની એડીનબર્ગમાં સૉલિસિટર પિતાને ત્યાં લેખકના જન્મ થયા. સ્કૉટલૅન્ડ ઍટલે અંગ્રેજી ઇતિહાસની સારઠ ભૂમિ. હૃદયના દ્રાવણ જેવા લાકગીતાની એ ભૂમિ, બંડખાર બહારવટાની એની તવારીખ, વકીલ પિતાના પુત્ર અને જાણીતા દાક્તરના દોહિત્ર વૉલ્ટર સ્કૉટ બાળવયે લકવાના ભાગ બન્યા હતા, ત્યારથી જ અંગત ખાડની મર્યાદાને આંબી જવાના એણે મનસૂબા ઘડયો હતો. શારીરિક કમજોરીનું સાટું એણે સંકલ્પબળ અને કલમની કરામતને પ્રયોજીને પૂરેપૂરું વાળ્યું હતું.
પરીકથાઓ, રામ રામને પુલકિત કરે તેવી લેાકકથા, વિસ્મરણનાં અંધારાં ઉલેચીને મેળવેલાં પ્રાચીન કવિતાના અવશેષા—કિશાર વૉટર સ્કૉટનું
૧૮૯