SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી ! મન આનાથી તરબતર હતું. નિર્બળ શરીરને અવગણીને સ્કૉટ રખડુ બન્યો, ડુંગરા ભમ્યા, એની રૂક્ષ ભયાવહ એવી મોંધેરીમાભામ, લાખેણા એના દેશબંધુ, પ્રકૃતિસૌંદર્ય – નિસર્ગનું અને મનુજનું – આમાં સ્કૉટનું મન ઉમંગે મહાર્યું હતું. ૧૭૮૩માં શાળાંત પરીક્ષા આપીને એણે કાયદાના અભ્યાસ શરૂ કર્યાં – સૉલિસિટર તરીકેની તાલીમ એણે પિતાની પેઢીમાં મેળવી લીધી અને તે પછી પરીક્ષા આપી એવાકેટ બન્યો. ત્યાં તે યુરોપના ઇતિહાસમાં ઝંઝાવાતના વાયરા ફૂંકાયા — ફ્રાન્સમાં ક્રાંતિનેા વિસ્ફોટ થયા; ત્યારે સ્વેચ્છાથી યુવાન સ્કૉટ લશ્કરમાં ભરતી થયા, વતનનું લાકસાહિત્ય અને જર્મનીનું કૌતુકપ્રિય વાંગ્મય, ઉભયની ઊંડી અસર નીચે સ્કૉટની લેખનપ્રવૃત્તિના પ્રારંભ થયા. સ્કૉટલૅન્ડના ચારણી સાહિત્યના ત્રણ ગ્રંથાનું તેણે સંપાદન કર્યું. પરિણામે વિસ્મરણમાં સરી પડેલી વતનની તવારીખ, જૂની પેઢીની દિલાવરી અને રીતરસમેાના પરિચય તાજો બન્યો. ધૂળધાયાનું કામ એની કલ્પનાને જગાડી ગયું — ૧૮૦૫ ના વર્ષમાં ‘ લોકકવિના લયબંધ ' ~ · Lay of the Last Minsrel', તે પછી શૌર્યકથા ‘મામિન', અને ‘ સરવરની સુંદરી ’ – Lady of the Lake' – એમ ત્રણ કાવ્યકૃતિ એની કલમે રચાઈ. - તે સમયે જિલ્લાનું શેરીફપદ અને પ્રાપ્ત થયું એટલે સારા એવા સમય જાહેર કામકાજમાં છિનવાઈ જતા. છતાં એના લખાણને વેગ અસ્ખલિત રહ્યો. અંગ્રેજ કવિ ડ્રાયડન, અને સામાજિક ચાબખાને લીધે વિખ્યાત ગદ્યસ્વામી સ્વિફ્ટનાં લખાણાનું સંપાદન એણે સાડત્રીસ ગ્રંથેામાં કર્યું. આ શેખ એને ભારે પડયો. બેલાન્ટ્રી નામના મુદ્રક જોડે એણે ભાગીદારી કરી. મુદ્રણ અને પ્રકાશનનું સાહસ માથે વહાર્યું. પરિણામે લાખાના કરજના ભારમાં એ ચગદાયા. દિલાવર દિલના આ લેખકે નાદારી ન વહેોરી. એણે જીવનનાં પાછલાં વર્ષોમાં મારમાર ઝડપે સાહિત્ય રચીને મૃત્યુ પછી બધું જ દેવું ભરપાઈ કર્યું. કલમની આબરૂ એણે બાંધી જાણી. ગરીબીના ભયથી એણે કદી મનને કૃપણ ન થવા દીધું. વૈભવને એણે આજીવન સાચવી જાણ્યા; લાખ મેળવતાં આવડયું – તો સવા લાખ ખરચતાં પણ એ શીખ્યા. ગરીબની જાસાચિઠ્ઠી અને લેણદારોની ધાંસ, એની વચ્ચે ઇતિહાસના પાનાને સ્કૉટે જીવનદાન આપ્યું. ૧૮૧૩માં ‘વેવર્લી' – એ નામની સ્કૉટિશ કથાનું એણે અનામી પ્રકાશન કર્યું. સ્કૉટની અનન્ય સિદ્ધિ એ હતી કે ઇતિહાસની ઘેલછા, એની લગન અંણે વાચકોમાં જાગૃત કરી. તે પછી એ ધેલછાને
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy