________________
આઈવન હે સતિષવા એણે અવિરત પ્રયત્ન કર્યા અને અસંખ્ય કૃતિઓ અંગ્રેજી સાહિત્યને સમપિત કરી. પ્રત્યેક કૃતિ સાથે સ્કૉટનું આભાવળ વિસ્તૃત બન્યું.
જીવનનાં છેલ્લાં વર્ષોમાં લેખકનું સ્વાથ્ય તૂટી રહ્યું હતું ત્યારે ઇંગ્લેન્ડની સરકારે સ્કૉટ ભૂમધ્ય સમુદ્રની ખુશનુમા સફર કરી શકે અને તંદુરસ્તી પાછી મેળવી શકે તે હેતુથી રાષ્ટ્રીય નૌકાસૈન્યનું એક જહાજ એને સુપરત કર્યું.
ઈતિહાસમાં ખવાઈ જવું, વર્તમાનને અવગણવે, આવી વૃત્તિ નિરાશ માણસનું લક્ષણ ગણાય છે; પરંતુ આ સિક્કાને બીજી બાજુ પણ છે – છે તેવા સંસારથી અકળામણ અનુભવવી, ભુલકથી વાજ આવીને શાશ્વતની ઝંખના કરવી, ભાવનામામ સુષ્ટિનું રટણ કરવું – વિકાસશીલ જીવનમાં આ લક્ષણો હોય છે. યથાર્થ અને ઇખિત વચ્ચેના ગ્રેજગ્રાહથી વૉલ્ટર સ્કૉટની કૃતિઓ મુક્ત નથી.
સ્કૉટ દેશના ભૂતકાળને આશક હતે. મધ્યયુગનું જીવનંદર્શન એની મુગ્ધાવસ્થા હતું – સાથે જ ભાવિદર્શન એને થતું હોવાથી જૂનું અનિવાર્ય રીતે નાશ પામે અને યુગપલટાની નવી ચેતના એને સમાજ ઝીલી શકે તેવી એને વાંછના હતી. પરસ્પરનો છેદ ઉડાવે તેવી આ બેવડી વૃત્તિની ભીંસમાં એની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન થયું છે. એણે ઝંખ્યો છે પુરાણા સ્કૉટલૅન્ડ અને નવા ઇંગ્લેન્ડની વિભિન્ન શક્તિને સમાસ.
“ઇવાન '- જેનું ભાષાંતર આ પુસ્તકમાં સ્થાન પામ્યું છે, તે ઇંગ્લેન્ડના, નહિ કે સ્કૉટલૅન્ડના, એક ઐતિહાસિક ત્રિભેટાનું દર્શન કરાવે છે. સ્કૉટ વિશે કહેણી છે કે એણે કોટિશ નવલકથા સજીને સ્કૉટલૅન્ડને દેશવિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. તેવી જ રીતે આ ઇંગ્લેન્ડના ઇતિહાસમાંથી ઉપસાવેલી કથાઓ દ્વારા નવલકથાને રંગભૂમિના સફળ અને પ્રબળ હરીફનું સ્થાન અપાવ્યું છે. કહે છે કે યુદ્ધની વાર્તા હમેશાં રખ્ય હેય છે, તે અફલાતુની રંગીન પ્રેમની કથા કદી પ્લાન નથી હતી. નાટકીય સંઘર્ષ, કટોકટી અને વિસ્મયકારી સ્નેહકથા – “ઇવાન તેનું હૃદગત મનાયું છે. કવિસહજ છૂટ લઈને સ્કૉટે ઇતિહાસમાં જે સંઘર્ષ વિલીન બન્યું હતું તેને, એટલે કે બે વિભિન્ન પ્રજ, નૉર્મન અને સેકસન, શાસક અને પરાજિત વચ્ચેના વૈરભાવને સજીવન કરીને મનમેળની પુન: સ્થાપના કરી આપી છે. નાટકીય પ્રસંગ-ગૂંથણી, કુતુહલ સાચવે તેવા પ્રસંગપલટા, કાવ્યોચિત સ્નેહસંબંધો, વીરાચિત સાહસો, ન્યાયને ઉચિત તેવાં સમાપને અને અંતે સહુને અતિક્રમીને જીવનની અગમ્ય કરુણાને વ્યક્ત કરે