________________
વિક્ટર ચૂંગા
[૧૮૦૨ – ૧૮૮૫]
વિશ્વ-સાહિત્યમાં ફ઼્રાંસનું નામ રાશન કરનાર હ્યુગાના જન્મ ઓગણીસમી સદીના પ્રારંભે ઈ.સ. ૧૮૦૨માં થયા હતા. તે વખતે નેપાલિયન બાનાપાટૅની સરદારી નીચે, ફ઼્રાંસને વિજયડંકો, યુરોપ અને આફ્રિકામાં વાગતો હતો.
તેના પિતા, ફ્રાંસની તે વખતની અજેય ગણાતી સેનામાં મેટા અફસર હતા, નેપોલિયનના પતન સાથે પિતા અટકાયતમાં ગયા. અને ૧૮૨૧માં માતાનું મૃત્યુ થયું. આથી હ્યુગેા એકદમ નિર્ધન સ્થિતિમાં મુકાઈ ગયો. આ સમયે મહિના સુધી ખંત અને આત્મશ્રદ્ધાથી તેણે લેખન-પ્રવૃત્તિ કરી.
૧૮૨૭ના અરસામાં સાહિત્યક્ષેત્રે ક્રાંતિકારી વિચારો ધરાવનાર સાહિત્ય કારોની કલબ સ્થપાઈ તેના હૂગા નેતા બન્યા. તેણે ઘાષણા કરી કે, કલાને જરીપુરાણી પ્રણાલિકામાં સ્થગિત અને જડ ન થઈ જવા દેતાં, તેને વિકાસલક્ષી અને ગતિર્થંત રાખવી જોઈએ. કળાનું લક્ષ સૌંદર્ય નહિ પણ જીવન હાય.
વિકટર હ્યુગા ‘લે-મિઝેરાલ્' પુસ્તકના પોતાના ટૂંકા નિવેદનમાં (ઈ.સ. ૧૮૬૨) જણાવે છે ;
“કયાં હતી કાયદા અને રૂઢિને કારણે એવી સામાજિક સ્થિતિ પ્રવર્તતી રહેશે કે જેને કારણે સંસ્કૃતિની સાથેાસાથ જગત ઉપર કૃત્રિમ રીતે નરકો ઊભાં થતાં રહે, તથા દૈવી કહી શકાય તેવું ભાવી માનવતાની જ હત્યા સાથે અટવાઈ જાય; જ્યાં હ્રીઁ આ યુગની ત્રણ વિકટ સમસ્યાઓ – દારિદ્યને કારણે પુરુષની અધાગિત,ભૂખમરાને કારણે સ્ત્રીની બરબાદી, તથા ભૌતિક અને આધ્યાત્મિક અંધાર હેઠળ ઊગતાં બાળકોનું ઠીંગરાવું – એમને ઉકેલ નહિ આવે; જ્યાં ી અમુક ક્ષેત્રોમાં સામાજિક રૂધામણ શકય રહેશે: બીજા શબ્દોમાં, તથા વધુ વિશાળ દૃષ્ટિબિંદુથી જોતાં, અજ્ઞાન અને દારિઘ આ પૃથ્વી ઉપર જ્યાં રુશી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને.”
હ્યૂગાએ મુખ્યત્વે કાવ્ય, નાટક અને નવલકથાઓ લખી છે. ફ઼ાંસના તે શ્રેષ્ઠ કવિ છે અને નાટયકાર પણ છે. આજે પણ તે રસપૂર્વક વંચાય છે. તેની લાકપ્રિયતા અપ્રતિમ હતી, તેનું મૃત્યુ ઈ.સ. ૧૮૮૫માં થયું.
૨૧૩