________________
સ્તવન
૧૩૩
ઉપરના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ઉપર તેમણે વિજય મેળવ્યા હતે. ઊંડું ડહાપણ અને સામાને ઝટ વશ કરી લેનારી નમ્રતા ધરાવતા હેાવા છતાં તે લેાખંડી સંકલ્પ-બળ અને અડગ નિશ્ચયબળ ધરાવતા હતા. લશ્કરી તાકાતની પાવિકતાના, મૂઠી હાડકાંવાળા તેમણે, સાદા માનવની પ્રતિભાથી જ સામના કર્યા હતા!
પાલખીવાલા
૪. “સૈકાં બાદ જ્યારે તેમના સમકાલીનેાનું નામ પણ ભુલાઈ ગયું હશે, ત્યારે મહાત્મા (ગાંધી)ને સૌ કોઈ યાદ કરતા હશે. આવી નમ્રતા, નિ:સ્વાર્થતા, આંતરિક સાહજિકતા અને શત્રુ પ્રત્યે પણ ક્ષમાભાવ ધારણ કરનારી બીજી કોઈ વ્યક્તિનું જીવન ઈતિહાસને પાને નોંધાયેલું જોવા મળતું નથી.” -વિલ ડુરાં
પ. જ્યારે ગાંધીજી ભારતની આઝાદી માટે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું — “થોડા માણસે સત્તા કબજે કરે એનાથી સાચું સ્વરાજ આવ્યું ન કહેવાય, જયારે સત્તાના દુરુપયોગ થાય ત્યારે તેને સામના કરવાની શક્તિ ‘બધા' જ પ્રાપ્ત કરે. બીજા શબ્દોમાં કહું તે, રાજસત્તાને નાથવાની અને નિયંત્રણમાં રાખવાની પાતાની શક્તિ પ્રત્યે સભાન કરવા માટે પ્રજાને કેળવીને જ આપણે સ્વરાજ મેળવવાનું છે.”
– પાલખીવાલા
66
૬, “જેમ જેમ ગાંધીજીના જીવન વિષે હું વિચાર કરતો જાઉં છું, તેમ તેમ મને સ્પષ્ટ થતું જાય છે કે, પાશ્ચાત્ય જગતને પજવી રહેલી બાબા સુધારવા માટે ગાંધીજી જ ઉપયોગી નીવડી શકે તેમ છે.”
- લુઈ ફિશર
૭. શુક્રવાર, જાન્યુ૦ તા. ૩૦ના રોજ અહિંસાના મહાનમાં મહાન પેગંબર એક હત્યારાની ગોળીના ભાગ બન્યો. સંસ્કૃતિને ઉજાળનારો આવે તેજસ્વી અને ચળકતા સિતારા ભાગ્યે ઉદય પામતા હોય છે ઇતિહાસમાં કોઈએ પહેલાં ન કર્યા હાય તેટલા મેટાપ્રમાણમાં ગાંધીજીએ લોકોને સામાજિક અન્યાયનાં અનિષ્ટો પ્રત્યે સાબદા કર્યા હતા. આખી માનવજાતના અંતરાત્માને જાગ્રત કરવાનું કાર્ય જાણે તેમણે માથે લીધું હતું. દુનિયાએ પહેલી વાર એક સંતને ક્રાંતિના નેતા બનેલા જોયા હતા.
......
BON
પાલખીવાલા