________________
સ્તવન
[ગાંધીજીનું, હજાર મુખે] ૧. બીજા સિદ્ધાંત કે વિચારસરણીઓ તે અમુક એક સમયને જ લાગુ પડતાં હોય છે, હરકોઈ સમયને નહિ. પણ ડહાપણ અને માનવતાના ભવ્ય અને કલ્યાણકર દીપક સમા ગાંધીજીના ઉપદેશો તે અનંત કાળ માટેના છે. તેથી કરીને આપણે સૌ ગાંધીજીના જીવનકાળ દરમ્યાન ભલે તેમને લાયક ન નીવડયા; પણ તેમના શાશ્વતકાળ માટેના ઉપદેશોને અનુસરીને તેમના મૃત્યુ બાદ તેમને લાયક બનીએ!
- પાલખીવાલા ૨. “સમગ્ર વિશ્વ ગાંધીને જે પૂજ્યભાવથી સન્માને છે, તેના પાયામાં, મોટે ભાગે અણછતી એવી ભાવના રહેલી છે કે, આજના આપણા નૈતિક અધોગતિ પામેલા જમાનામાં એ એક જ રાજકારણી પુરુષ એ હતો, કે જે રાજકારણના ક્ષેત્રમાં પણ માનવ સંબંધો બાબત એવા ઉચ્ચ આદર્શોનું ઉદાહરણ રજ કરતા હતા, કે જે આદર્શોને પહોંચવા આપણે સૌએ આપણી સમગ્ર તાકાતથી કોશિશ કરવાની છે. આપણે એ અઘરો પાઠ શીખ જ, પડશે કે, વિશ્વને લગતા તથા બીજા પણ સૌ વ્યવહારમાં નગ્ન પશુબળની ધમકીને બદલે ન્યાય અને કાનૂનને પાયામાં રાખીને આપણે સૌ વર્તીશું, તે જ માનવજાતનું ભાવી કંઈકે સહન કરી શકાય તેવું બની રહેશે. ભાવી પેઢીઓ તે એવું માની પણ નહિ શકે કે, આવો માણસ આ પૃથ્વી ઉપર (લોહીમાંસનું) શરીર ધારણ કરીને વિચારતો હતો.”
- આઈનસ્ટાઈન ૩. ભારતની જુવાન પેઢી કે જે ગાંધીજીનાં અસંખ્ય બલિદાને અને અથાક પરિશ્રમોના સુફળ ભોગવી રહી છે, તે તેમના વ્યક્તિત્વને જાદુ સમજી નહિ શકે. બહારનાં કાંઈ સત્તા કે અધિકાર ધરાવ્યા વિના જ તે પિતાના દેશબંધુઓના નેતા બની રહ્યા હતા. રાજકારણના ક્ષેત્રમાં પણ તેમણે પિતાની સફળતા કઈ ચાલાકી કે કરામતને બદલે માત્ર પોતાના અંતરની નૈતિક ભવ્યતાથી જ હાંસલ કરી હતી. પશુબળના સહારા વિના જ પૃથ્વી