________________
નવી યુનિવર્સિટીઓ
૭૫ દષ્ટિએ આજે કાલગ્રસ્ત જેવું લાગે છે. રાષ્ટ્રપિતાએ તેમની પાયાની કેળવણીની યોજના રજૂ કરતી વખતે ઉચ્ચ શિક્ષણને વિષેય એવું જ મૌલિક કેટલુંક વિવેચન રજુ કરેલું. (તેમાંથી કેટલુંક આ પુસ્તકના પરિશિષ્ટ રૂપે ઉતાર્યું છે.) ટૂંકમાં, દેશનું શિક્ષણનું માળખું બદલવું જોઈએ, એ આજે સૌ કોઈ માને છે.
અત્યારે ચારે બાજુ માત્ર અંગ્રેજી ભાષાના શિક્ષણનું રણ ઊતરી ગયાની રરથી બૂમ પડે છે. પરંતુ શિક્ષણ પોતે કેવું કથળી રહ્યું છે, તેની કોઈ ચિંતા કરતું નથી. આપણે, દરેક કક્ષાએ પચાસ ટકા ઉપરાંત નપાસ થતા જુવાનિયાઓનાં બરબાદ થતાં સમય, શક્તિ અને ખર્ચ ઈ૦ વડે દૂષિત આ કેળવણી વિષે કંઈક પાયાને વિચાર નહિ કરીએ, તે છેવટે સાચા સ્વરાજથી જ હાથ ધોવાવા આવશે, એ નક્કી છે. અત્યારના ચાલુ ચોકઠામાં પોતપોતાના હિતને લઈને ગોઠવાઈ ગયેલાઓ ભલે આ બધું ન જએ – ન વિચારે, પણ આપણી આઝાદ જનતાએ આ વસ્તુ ઝટપટ જોઈ કાઢી તેને ધરમૂળથી પલટવાની જરૂર છે. આ પુસ્તકની ચર્ચા માં વહેવાર ફાળો આપશે એવી આશા છે.
તેના લેખક વિશે લખવાની જરૂર ન મનાય. તેમની અને તેમના સાથીઓની સફળ રાહબરી નીચે, ગુજરાત યુનિવર્સિટીએ દેશની યુનિવર્સિટીએમાં એક પ્રગતિકારક અને સુનિયંત્રિત યુનિવર્સિટી તરીકે નામ કાઢેલું છે. તેના પડઘા છેક પાર્લમેન્ટ અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચેલા છે. તેને પરિણામે ગુજરાતને યુનિવર્સિટી સુધારણાના સવાલો અખિલ ભારતીય કક્ષાએ પહોંચાડવાનું માન મળ્યું છે. આપણે આપણા અંગત રાગદ્વેષભર્યા સુચ્છ વાદવિવાદમાં પડી જઈ ભલે એ વાત ન જોઈએ; પણ ભવિષ્યને કોઈ તટસ્થ ઈતિહાસકાર આઝાદીનાં શરૂઆતનાં વર્ષોની યુનિવર્સિટીઓને ઈતિહાસ તપાસશે, ત્યારે તેને સૌમાં ગુજરાત યુનિવર્સિટી પોતાની પ્રગતિશીલ તથા જવાબદારીભરી ઉમદા કામગીરીથી આગળ તરી આવતી દેખાશે.
ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની શાળાથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠ અને યુનિટ જેવી આપણી પ્રસિદ્ધ સંસ્થાઓના કાર્ય તથા વિકાસમાં જીવન ગાળનાર, આજીવન રાષ્ટ્રીય કેળવણીકાર, શ્રી. મગનભાઈ દેસાઈના યુનિવર્સિટીઅનુભવના નિચોડ રૂપ આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરતાં અમે ધન્યતા અને સંતવ અનુભવીએ છીએ. " નહેરુ શ્રાદ્ધદિન
પુત્ર છે. પટેલ તા. ૮-૬-૬૪