SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિકાસાહિત્ય ભલે પધારે! જ્ઞાન સંન્યાસ-યોગ છે. આ મારી સમજને વિષેનો નિબંધ “ ગાંધીજીના જીવનમાર્ગ”- એ નામે છેડા વખત ઉપર બહાર પાડયો છે, તે જે વાચક ઇચ્છે તે જુએ એવી વિનંતી છે. આમ, આ “જિજ્ઞાસુના પ્રશ્નો” મારા જીવનવિકાસના એક મહત્ત્વના તબક્કાનું પ્રકરણ છે, એમ માનું છું. તેની આ નોધપોથીરૂપ લખાણ મારી કાગળિયાંમાંથી મળી આવતા, તેને અહીં ગ્રંથસ્થ કર્યું છે. આશા છે કે, જિજ્ઞાસુ યુવકને તેને અમુક રીતે મોટેરાંઓને પણ) તેનું વાચન બોધપ્રદ બનશે. આ પડી તૈયાર કરીને પરિવાર પ્રકાશન” મારફત બહાર પાડવામાં બધી રીતે મદદ કરી, તેને માટે ભાઈ ગોપાળદાસને ત્રણી છું, ને તે પ્રકાશન સંસ્થાનો આભારી છું. મગનભાઈ દેસાઈ નવી યુનિવર્સિટીઓ લેખકઃ મગનભાઈ દેસાઈ કિ. સવા રૂપિયો પ્રકાશકનું નિવેદન ગુજરાત રાજયે નીમેલી “દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમિતિ એ પોતાની તા. ૨૪-૧૧–૧૪ના રોજ મળેલી પ્રથમ બેઠકમાં એક પ્રશ્નાવલિ તૌયાર કરી ગુજરાતમાં અનેક જણને પહોંચતી કરી હતી. સત્યાગ્રહ'ના તંત્રી શ્રી મગનભાઈ દેસાઈએ તેના મુદ્દાઓને આવરી લેતી એક લેખમાળા તેમના પત્રમાં તા. ૨૨-૨-૬૪ થી માંડીને શરૂ કરી. તે હવે પૂરી થાય છે. અને દ0 ગુરુ સૌ૦ યુ૦ સમિતિનું કામ પણ પૂરું થયું છે. સ પત્રમાં પ્રગટ થતી આ ચર્ચામાં જે ઝીણવટ તથા વ્યાવહારિકતા દાખવવામાં આવ્યાં છે, તેથી લાગતા વળગતા યુનિ) મંડળને તે તે લેખમાળા ઉપયોગી થઈ પડે તેવી છે જ, પરંતુ સામાન્ય ગુજરાતી વાચકને પણ યુનિ)ના શિક્ષણવિહીવટ અંગે માહિતી તથા માર્ગદર્શન એમાંથી મળી શકે છે. આથી કરીને, આ લેખમાળા પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ કરવી ઠીક થશે એમ માની, ગુજરાતી વાચકો સમક્ષ સહર્ષ રજૂ કરીએ છીએ. ઉચ્ચ કેળવણીનું – યુનિવર્સિટીઓનું કાઠું અંગ્રેજોએ આપણા દેશની સ્વતંત્ર રાષ્ટ્રીય જરૂરિયાત પેઈને ઘડ્યું નહોતું. અને તેથી તે કાઠું પરિણામની
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy