________________
માર્ટિન લ્યૂથર કિંગ
[અમેરિકાના ગાંધી]
સ‘પા: ગેાપાળદાસ પટેલ
. ૧-૦૦
સંપાદકનું નિવેદન
.
ધર્મ અંગેની જબરદસ્તીથી ત્રાસીને યુરોપમાંથી • પબ્રૂિમ ફાધર્સ સ્વાતંત્ર્યની શેાધમાં નીકળી પડયા હતા અને અમેરિકા વસાવ્યું હતું. પણ પછી તેા એમની પાછળ આવેલા બીજા હાથમાં બંદૂક લઈને, પાણીના રેલાની પેઠે, ત્યારનાં અમેરિકન જંગલેામાં આગળ વધતા ગયા અને ત્યાંની મૂળ વતની પ્રજા ‘રેડ ઇન્ડિયન 'ને ખતમ કરી, આખા દેશના અને તેની પ્રાકૃતિક સમૃદ્ધિને કબજો લઈ બેઠા, તથા કાળાંતરે અત્યારના અમેરિકન ‘સમૃદ્ધ સમાજ’ ઊભા કર્યા.
પણ તે પહેલાં તેઓને ત્યાંનાં જંગલા કાપવા, જમીનેા ખેડવા અને પ્રાકૃતિક ખનિજસંપત્તિ હાથ કરવા મજૂરાની જરૂર પડી. એટલે આફ્રિકામાં આખાં ગામડાં ને ગામડાં ઘેરી લઈ, ત્યાંથી હજારો સ્ત્રી-પુરુષોને પકડી લાવી, તે વખતનાં સાદાં વહાણેામાં અનાજની ગુણાની પેઠે ખડકીને, અમેરિકા ખંડે પહેોંચાડવાના યુરોપના ગારાઓને ધંધો જાગ્યો. રસ્તામાં અર્ધ ઉપરાંત માણસા મરી જતાં — પણ મફત જ મેળવેલાં માણસે અર્ધી મરી જાય તોપણ શેા વાંધો? બાકીનાં અર્ધાં તો મેઘા મૂલે અમેરિકાના ગારાને વેચી શકાય ને ?
પણ ત્યાર પછી અમેરિકાના ગેારાઓમાં કેટલાંક ઉદ્દામ સ્ત્રી-પુરુષા એવાં ઊભાં થયાં, જેમને આફ્રિકાના હબસીને ગુલામીમાં જકડી રાખી અમાનવતા દાખવ્યા કરવાનું ગમ્યું નહિ. તેથી તેમાં ગુલામેાની મુક્તિની ચળવળ ઊપડી. દક્ષિણનાં રાજ્યા તે બાબતમાં વિરુદ્ધ પડયાં અને અંતરયુદ્ધ ખેડાયું. અબ્રાહમ લિંકન જેવા મહારાજપુરુષે એ બાબતમાં સફળતા હાંસલ કરીને એક-અમેરિકન રાજ્ય દઢ કર્યું. પરંતુ તેમાં તેને જાન આપવા પડયા, અમેરિકાના કાળા-ગારા વર્ણયુદ્ધમાં પહેલું એ બલિદાન પડયું.
વર્ડ