SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે ' બાબા મેલુકદાસ – એ નામ સાંભળતાં જ મારી હૃદય-વીણાના બધા તાર ઝણઝણી ઊઠે છે. જાણે અચાનક વસંત ઋતુ બેસી ગઈ અને અચાનક હજાર ફૂલોને વરસાદ વરસ્ય. | . નાનકથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું; કબીરથી હું ચકિત થયો છું; પણ બાબા મલુકદાસની તો મને મસ્તી જ ચડી છે. આવાં નર્યા શરાબમાં ડૂબેલાં હોય એવા મસ્ત આકળાં વચન બીજા કોઈ સંતનાં મેં જાયાં નથી. ' નાનકમાં જાણે ધર્મને અર્ક તારવી કાઢીને ભરેલો છે; જોકે ન લૂખોસુક. કબીરમાં ધર્મને નામે ચાલતા અધર્મને પડકાર છે – ભારે કાંતિકારી, ભારે વિદ્રોહી. મલૂકમાં ધર્મની મસ્તી છે, ધર્મનું પરમહંસ રૂ. ધર્મને જેણે પીધો હોય તે કેવો હોય ? ધર્મનું સારતત્ત્વ સૌ કોઈને કહેવાની તેને ચિતા નથી; કે ન અધર્મથી લડવીને કેઈ આગ્રહે. ધર્મને શરાબ જેણે પીધો હોય, તેના જીવનમાં ધર્મની મસ્તીના કેવા તરંગો ઊઠતા હશે વારુ? જેમ વૃક્ષ પિતાનાં ફુલોમાં ઝરી જાય છે, તેમ બાબા મલુકદાસ પિતાના વચનમાં – પિતાનાં ગીતામાં કરી ગયા છે. તેમનાં વચનોને કોઈનું સમર્થન – કેઈન ટેકે નથી, તેમ કઈને વિરોધ પણ નથી. તેમના જીવનમાં જે કંઈ ભરાયું કે એકઠું થયું છે તેને જ સવાભાવિક પ્રવાહ તે છે. જેને મસ્ત જ થવું છે, જેને ન તે ધર્મની કોઈ તાકિક વ્યાખ્યા કરવી છે કે ન અધર્મ સાથે કોઈ સંઘર્ષ, જેને પિતાની અંદર પડેલી વીણાને ઝંકૃત કરી લેવી છે, જેને ઝંકૃત કર્યા વિના ન તે કઈ સત્ય જાણી શકાય છે કે ન અધર્મ સાથે કોઈ સંઘર્ષ સંભાવિત છે. - મલુક કરતાં વધુ સુંદર સરોવર તમને બીજે ક્યાંય નહિ મળે. જે તરસ્યો છે, તથા જેને પોતાની તરસ બુઝાવવાની આતુરતા છે, જળ સંબંધી વિવેચન કરવાની જેને ચિંતા નથી, તે તે માત્ર એટલું જ કહે છે કે, અમે તરસ્યા છીએ, અમારે તે પાણી જોઈએ, નહિ કે પાણી સંબંધી વિવેચન, ખરે જ પાણીની તરસ મિટાવવા પાણી ક્યા વાયુઓનું બનેલું છે એવી તેની વ્યાખ્યા સમજવાની ક્યાં જરૂર પડે છે? તમે જાણી લો કે પાણી કયા બે વાયુ ભેગા મળવાથી બને છે, કોઈ તમને સમજાવી દે કે ઑકિસજન અને ઉદૂજન વાયુઓ (HO) પ્રમાણમાં મળવાથી પાણી બને છે, તે પણ તમારી વરસ નહિ બુઝાય. તરસ તો પાણીથી જ બુઝાય. તરસ બુઝાવવા માટે નીચા નમી સરોવરમાંથી પાણીને બેબો ભરી લાવવાની જ જરૂર છે.”
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy