________________
૧૩૫
૧૦. ગાંધજીનાં બે સ્વપ્ન : તેમાંનું પહેલું તે દેશની આઝાદીનું. તે સ્વપ્ન તા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રેજ સિદ્ધ થયું. પરંતુ નવી દિલ્હીમાં જ્યારે ગૂગલા અને તાપેાના ગડગડાટ વચ્ચે ઍની ઊજવણી ચાલી રહી હતી, ત્યારે ગાંધીજી ત્યાં હાજર ન હતા. તે તો બંગાળાના ગરીબ વચ્ચે પગપાળા વિચરી રહ્યા હતા. શાથી ? કારણ કે, તેમનું પ્રથમ સ્વપ્ર અલબત્ત સિદ્ધ થયું હતું, પણ તે તે। એમ માનતા હતા કે, ખરી ઊજવણીનો વખત તા તેમનું બીજું સ્વપ્રસિદ્ધ થશે ત્યારે જ આવશે. તેમનું બીજું સ્વપ્ર આ હતું
સ્તવન
-
•
હું તો એવા ભારતદેશ માટે પ્રયત્ન કરતા રહીશ, જે ભારતમાં ગરીબમાં ગરીબ લોકોને પણ એમ લાગતું હોય, કે આ તેમના દેશ છે, તથા જેના નિર્માણમાં તેમના અસરકારક અવાજ રહેલા છે; જે દેશમાં તવંગર એવા કોઈ વર્ગ નહિ હાય, કે ગરીબ એવા કોઈ વર્ગ નહિ હેય, તથા જેમાં બધી જ કામા સંપૂર્ણ સુલેહસંપ તથા મેળથી રહેતી હોય, મારા સ્વગ્નનું ભારત એ છે!”
– પાલખીવાલા
૧૧. દેશમાં અત્યારે ચારિત્ર્યની કટોકટી પ્રવર્તી રહી છે. આજે દેશનું સર્વાંગીણ ચારિત્ર્ય ૧૮મી સદીમાં હતુ તે કક્ષાએ પહોંચી ગયું છે. યાદ કરો તે સમયના દેશવાસીઓના અધ:પાત, જેને લીધે મૂઠીભર યુરોપિયનો આખા દેશ ઉપર સહેલાઈથી રાજ્ય સ્થાપી શકયા. આપણા દેશવાસીએનું આજનું ચારિત્ર્ય પણ ગુનાખોરી, અપ્રમાણિકતા તથા સ્વાર્થપરાયણતાથી તેવું જ છિન્નભિન્ન અને કાંકિત બની ગયું છે. આખા દેશ ઉપર નૈતિક અધ:પાત લેઢાની અણીખે કોતરાઈ ગયો છે
......
દેશને અત્યારે રાજકીય નેતાગીરીની નહિ પણ નૈતિક આધ્યાત્મિક નેતાગીરીની જરૂર છે. એવી નેતાગીરી જે આખા રાષ્ટ્રના ચારિત્ર્યનું નવનિર્માણ કરી આપે ! સૌકાંઓ સુધીના આપણા દેશના ઇતિહાસ ઉપર નજર નાખશે તે જણાઈ આવશે કે, જ્યારે જ્યારે દેશને કોઈ ઉદાત્ત રાજવી કે મહાપુરુષની દોરવણી પ્રાપ્ત થઈ છે, ત્યારે ત્યારે દેશના લોકોએ અભ્યુદયની સર્વોચ્ચ કક્ષા હાંસલ કરી છે.
– પાલખીવાલા