________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારો! કપનાઓ સાચા દિલથી રચાઈ હશે, પરંતુ લગભગ બધી જ તદ્દન ત્રાસદાયક કંટાળો આપનારી હોય છે.”
અધિક સંપત્તિ અને ઐશ્વર્યદાયી વિજ્ઞાનવાદથી ઉશ્કેરાતી કામ-ભોગવૃત્તિ ઇતિહાસના જે જે યુગમાં જે જે પ્રજાને વરે છે, ત્યારે ત્યારે કદાચ તઘુગીન સમાજ સુધારે આ પ્રકારને જ નવો વળાંક લે છે, એમ નથી લાગતું? ૧૯મા સૈકાને યુરોપીય સામ્રાજ્યવાદી સમાજ આ વસ્તુને ભાગ બનતો હતો. એ તેની એબના દ્રષ્ટા તરીકે ટૉલ્સ્ટૉય અદ્વિતીય પુરુષ હતા. તેમના આ દર્શનને નિરૂપતી આ કથા, તેથી જ કરીને, સનાતન પ્રેરણાદાયી બની શકી છે. એને આ નાનકડો સારાનુવાદ ગુજરાતી વાચકને મળે છે, એ સારી વાત છે. તે વાંચતાં વાચકને તેમાં આવતાં અપરિચિત રશિયન નામો નડશે; તે સિવાય વાર્તાનો પ્રવાહ સરળ સહજતાથી વહેતે લાગશે. ભાઈ ગોપાળદાસ આ પ્રકારની કથાકામાં હવે સિદ્ધહસ્ત થઈ ગયો ગણાય. જગત-સાહિત્યની ઉત્તમ કથાકૃતિઓ તે વેગભેર ગુજરાતી વાચકને આપે છે, એ માટે તેમને ને તેમની પ્રકાશક સંસ્થાને મુબારકબાઈ. ૨૫-૭-૧૭
મગનભાઈ દેસાઈ સરદારશ્રીને વિનોદ
[સદારશ્રીની વિનેદ શક્તિને વંદન!] કલ્યાણ વિ. મહેતા : મુકુલભાઈ કલાથી કિં. રૂા. ૨-૦૦
ભાઈ મુકુલ કલાથી તંદુરસ્ત વાચનસામગ્રી પીરસનાર તરીકે ગુજરાતને જાણીતા થઈ ચૂક્યા છે. જાતજાતના અને જેના ભારથી દબાઈ મરાય એવા બાજા સદા વઢારીને ફરનાર પોતામાં રહેલા વિદથી અને સામાની રમૂજ તથા ગને ખેલદિલીથી ઝીવવાની વૃત્તિથી હળવાફૂલ થાય છે અને તાજગી મેળવી વધુ કામોનો બોજ ઉપાડવા શક્તિ પ્રાપ્ત કરે છે.
ગાંધીજીની વિનોદવૃત્તિ જાણીતી છે. ગમે તેવા ગંભીર પ્રશ્નોની ચર્ચા વખતે કે ભારે માંદગીના બિછાને પડેલા હોય ત્યારે પણ વિનેદ કરી લઈને હળવા થવાની કળા એમની આગવી હતી.
ગંભીર અને કડક દેખાતા સરદારની વિનોદવૃત્તિને આસ્વાદ પણ મહાદેવભાઈએ એમની ડાયરીમાં કરાવ્યો છે. તેમાં વિદ્યાર્થી હતા ત્યારે, ગેધરા બોરસદમાં વકીલાત કરતા ત્યારે, અને પછી ગુજરાતના પાટનગરમાં પહોંચી વિવિધ ક્ષેત્રે એમણે ઝંપલાવ્યું ત્યારે, એમના સંબંધમાં જેઓ આવેલા, તેઓ સૌને એમની રમુજને ઠીક ઠીક અનુભવ થયો છે.