________________
હૃદયપલટો છે અને કહે છે કે, “આ કલા ન હોય.' “કલાને ખાતર કલા'ને એક સૌંદર્ય વાદ રસમીમાંસકોમાં ચાલુ છે. ટૉલ્સ્ટૉયે એની સામે કલા એટલે શું? – એ ગ્રંથ લખીને કલાનું જે લક્ષણ નિરૂપણ કર્યું છે, તેને ઉત્તમ નમૂનો આ તેની કથા છે.
નવલકથાકલાની મીમાંસા ટોલસ્ટૉયના સમયથી અમુક એવી રીતમાં સરતી ગઈ છે કે, તેણે તેને “ડિકેડન્ટ આર્ટ' (સડતી કળા) કહેલી. કવામીમાંસા અંગેનો આ મુદ્દો ત્યાર પછી દિવસે દિવસે વળી વણસતો જ રહ્યો છે; તેમાં જુનવાણી બેધાત્મક ‘નીતિ’ને વિરોધ તો હોય છે, પરંતુ તેની સાથે અને તેની આડમાં અમુક નવી ‘નીતિ'ની ગુમસુખ હિમાયત પણ ખસૂસ હોય છે. એટલે, ખરું જોતાં, કલાને નામે કહેવાતો વાંધો કથાની બેધાત્મકતા અંગે કરતાં તેના અમુક બોધ કે નીતિ-પ્રકાર પરત્વે - અને પોતાને પસંદ નીતિ-પ્રકારની દૃષ્ટિથી હેાય છે: અને આ પ્રકારને “નુતન નીતિધર્મ' ('ન્યૂ મૉરેવિટી') કે નવમતવાદ કહેવાય છે. આ વિશે એક જોવા જેવું વચન, – રવિલ પ્રેસકૉટ નામે એક જાણીતા અમેરિકન કલાવિવેચક, – આમ છે :
“In more recent years we have had novels about the * new morality' which seems to be only the absence of morality : novels which glorify depravity, vice, perversion of every sort, as if those who practise sexual abominations were more interesting, even more human, and somehow more admirable than those who remain decent; novels of despair and hate, of the absurd and of intellectual incoherence. Although some of these fictional aberrations are sincere enough, nearly all of them are crashing bores." (“સ્વરાજ’ ૪-૩-૬૭ માંથી)
તાજેતરનાં છેવટનાં વર્ષોમાં “નૂતન નીતિધર્મ” (“ન્યૂ મૉલિટી'), અંગેની નવલકથાઓ આપણને મળી છે; ખરી રીતે તેમાં નૈતિક તત્ત્વને અભાવ જ હોય છે. એ નવલકથાઓમાં ભ્રષ્ટાચાર, દુરાચાર, તથા દરેક પ્રકારની વિપરીતતાને બિરદાવવામાં આવે છે; – જાણે કે, કામભાગની બાબતમાં તિરસ્કારપાત્ર વ્યવહારો અપનાવનારાઓ જ સંયમ ધારણ કરનારા સ્વચ્છ લોકો કરતાં વધુ રસપૂર્ણ, વધુ માનવ અને કંઈક પ્રકારે વધુ પ્રશંસાપાત્ર ન હયા હતાશા અને દૃષભરી એ નવલકથાઓ અર્થહીન હોય છે તથા બૌદ્ધિક સુસંગતતાને લવલેણ તેમાં હોતો નથી. અલબત્ત, એમાંની કેટલીક પાગલ