________________
સરદારશ્રીના વિનાદ
v
ભાઈ મુકુલે સરદાશ્ત્રા વિનોદના ૬૫ પ્રસંગા વીણીને પરિવાર પ્રકાશન દ્વારા સાદર કર્યા છે; તે બદલ તેમને – સંગ્રાહક-પ્રકાશક બંનેને – અભિનંદન ઘટે છે.
-
.
ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી થયેલા આગમન પહેલાં જોમ અને જુસ્સા વ્યક્ત કરવા ગુજરાતી ભાષા પાંગળી ગણાતી. અને એની કિંમત “ શું શાં પૈસા ચાર' લેખાતી. એક સમય એવા હના કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીના નામનું સૂચન ઉપહાસપાત્ર થયેલું; જો કે તેમણે તે વર્ષો સુધી “કૃન્ડિયન ઓપિનિયન”નું તંત્રીપદ સંભાળેલું, તથા “દ્ભિવ સ્વરાન નામનું પ્રસિદ્ધ પુસ્તક અને આરોગ્ય વિષેની પુસ્તિકા પણ લખેલાં, ત્યારે, જેણે પુસ્તક તે શું પણ એકે લેખ પણ ભાગ્યે લખ્યો હોય, તેવા વલ્લભભાઈની તો સાહિત્ય-પ્રેમીઓની દુનિયામાં ને તેમની નજરે કિસ ગિનતી’1
99
પરંતુ એ જ વલ્લભભાઈએ બારડોલીની ૧૯૨૮ની જમીન-મહેસૂલવધારા સામેની લડતમાં જે જસ પ્રકટાવ્યું અને ગુજરાતી ભાષાનો જ કાયાકલ્પ કર્યો, તેની કદર સાહિત્યસ્વામીએ પણ કરી છે. અને વલ્લભવાણીને વીર-વાણી તરીકે બિરદાવી છે. ગુજરાતના એક સમર્થ સાહિત્ય-સ્વામી અને સાહિત્ય પરિષદના રણીધણી સમા શ્રી. કનૈયાલાલ મુનશીએ બારડોલીની લડત વખતે તે તાલુકાની મુલાકાત લઈને વલ્લભવાણીના સાક્ષાત્કાર કર્યા પછી સાહિત્ય સંસદ,” જેના તેઓ સ્થાપક અને પ્રમુખ હતા, તેની ૧૯૨૮ની વાર્ષિક સભામાં જે “મૂલ્ય પરિવર્તન ” નું સમ્યગ દર્શન સમર્થ રીતે કરાવેલું, તેમાંથી જ થેાડાં અવતરણ ટાંકીશ :—
66
“એ પોતાને ‘ગુજરાતના સૂબા' કહાવે છે; ગુજરાતનું દુ:ખ પોતાને માથે વહેારવા, તેનો ભાર પોતાને હાથે વિદારવા, તેની કીર્તિ પોતાને પરાક્રમે વધારવા તે તત્પર છે. ગયે વર્ષે પ્રકૃતિ કોપી (રેલસંકટ આવ્યું), ત્યારે તે તેને શમાવવા મથ્યા. આજે રાજા કોષ્યા ત્યારે તેને ડારવા તૈયાર થયા. • ગુજરાતનું કોઈ નામ લેશેા મા,' – એ એનો કીતિલેખ. જે ગુજરાતની અસ્મિતા આપણે માત્ર સાહિત્ય દ્વારા મેળવીએ છીએ, તેને એ કર્તવ્ય દ્વારા સેવે છે.
મહાત્માજી પાસે એ શિષ્ય આવે છે; એમની કાબરચીતરી મૂછના ફરકાટની આજે જુદી જ દેખાતી ગતિના, મૂંગે મોઢે પુછાયલા કારણના જવાબમાં સૂબા કહે છે :—
66