________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! બારડોલી – આપણા પ્રિય બારડોલીના ખેડૂતે પર અન્યાય થયો છે. અસાધારણ મહેસૂલને ભાર પડયો છે. મહેસૂલ એટલે મરાઠી ચોથને અર્વાચીન અવતાર! દાદ નહિ, ફરિયાદ નહિ. આપ, નહિ તે રાજની મિલકત ખાલી કરે. ભીમભાઈ પ્રાથી પરવાર્યા, દાદુભાઈ વિનવી પરવાર્યા અને હવે નિમંત્રે છે. મારા છતાં ગુજરાતમાં આ આપત્તિ! મહાત્માજી! આશા કરે.’
કીમિયાગર હસ્યા: “ના બાપુ, ના. સમય સાનુકુળ નથી. હિંદુ ને મુસલમાન લઢે છે. સાઈમન આક્રમણ કરવાનું છે. હમણાં આ ક્યાં?”
હું તો આશિષ માગવા આવ્યું છે.'
ગુરુ સમજે છે. “જ વિજય કર.' “સુબાનું શાસન ફરી વળ્યું. સત્યાગ્રહ કાજે મરણપથારીએ જ સદા સૂતેલા ગૂર્જર વીરેએ બારડોલીને રસ્તો લીધો.
“શિષ, ગુરુના મંત્રથી, જૂનાં મૂલ્યને નવાં મૂલ્ય આપવા માંડે છે. જના મુલ્ય શ તેની આપણને કયાં ખબર નથી? ઇતિહાસકાળમાં હિંદુ ખેડૂતે કોઈ પણ વિજેતાને ચોથની ના કહી નથી; "લેવું હોય તે લે અને જીવતે જવા દે' એ જ એને પેઢીધર ઇતિહાસ. તેમાં આ વ્યવસ્થિત વિદેશી રાજ્યથકના સત્તાધીશોને પડતો બોલ ઉઠાવનાર આ ખેડૂત. તે અવતાર આખે વૈતરું કરે, ભૂખે મરે, રાજ્યનું દાણ ચૂકવે, અને માલકી વગરની જમીન “ મારી મારી' કરી મરે. એને જીવનકમ– ખાવું, પીવું, વૈતરું કરવું, દાણ ભરવું – તેને ઉથલાવનાર આજે આ પાક્યો. “રાજ્યસત્તા પર બેડૂતને આધાર નથી, ખેડૂત પર રાજ્યસત્તા ટકે છે.” “રાજ્યસત્તાની આજ્ઞા પ્રજામાન્ય નથી, પ્રજને સંકલ્પ રાજમાન છે.” “મરવું ભલું, પણ દાણ ભરવું ખોટું.” ભયંકર વિપ્લવકારક સૂત્રો! જે હિંદમાં સુણાયાં નહોતાં, તે બારડોલીમાં સંભળાય છે. ગામે ગામ સત્યાગ્રહને સંકલ્પ કરે છે!
“અઠવાડિયા પહેલાં બારડોલી એટલે નિર્માલ્ય ગુજરાતને એક તાલુકો; આજે બારડોલી એટલે ગુજરાતનું જીવંત મહાકાવ્ય!
અજબ માણસ છે–આ ગુજરાતને વનિત સૂ! દવાની અને ફોજદારી કજિયા; મ્યુનિસિપલ અને જાહેરજીવનને કારભાર; કોન્ફરન્સ ને કોંગ્રેસે અમદાવાદનાં હિયાળ બડ અને નાગપુરને શાંત સત્યાગ્રહ