SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ધી ઓલ્ડ કયુરિયસીટી શોપ યાને કિ, ૧૦૦-૦૦ જુગારીની દુહિતર ચાર્લ્સ ડિકન્સ સંપાઃ શેપાળદાસ પટેલ અભિનંદન! ગુજરાતી વાચક અને વિશ્વ-સાહિત્ય અકાદમીને ડિકન્સની એક ઉત્તમ નવલકથાના આ બૃહતુ-પિના પ્રકાશન ટાણે અભિનંદન! કારણ કે, ગુજરાતી વાચકને જ કદાચ આ સુંદર અંગ્રેજી નવલકથાને સુવાચ્ય સંક્ષિપ્ત અનુવાદ વાંચવા માટે માણવા માટે ઉપલબ્ધ થશે હશે. ગુજરાતમાં જ સ્વભાષાને ઉચ્ચ શિક્ષણના પણ માધ્યમ તરીકે સ્થાપી આપનાર સપૂત જન્મ્યા હતા; તથા વિશ્વ-સાહિત્ય તરીકે પંકાયેલી નવલકથાઓને ગુજરાતીમાં બૃહ-સંપરૂપે ઉતારવા પ્રયત્ન કરનાર પરિવાર પ્રકાશન મંદિર લિઓ જેવી પ્રકાશન સંસ્થા ગુજરાતમાં જ પોતાની યશસ્વી કામગીરી બજાવી ગઈ છે.. માહિત્યવિવેચક ડિકન્સની આ નવલકથાને તેની ઉત્તમ નવલકથા કહેતા હશે કે નહિ તેની ખબર નથી, તેમ જ પંચાત પણ નથી. કારણ કે, કોઈ પણ સાહિત્ય-કૃતિને “ઉત્તમ’ કહેવી કે નહિ તે બાબતના દરેકના ગજ જુદા હોઈ શકે. ઉપર ડિકન્સની 'The Old Curiosity Shop' નવલકથાને ઉત્તમ કહી તેનું એક કારણ એ છે કે, તે “શાંત 'રસની નવલકથા છે. બધા રસામાં “શાંત’ રસ શ્રેષ્ઠ ગણાય; કારણ કે, તે બધા રસના સુભગ સમન્વયરૂપ છે. ડિકન્સની આ નવલકથામાં બધા રસને ઉઠાવ હોવા છતાં છેવટે એક અનોખો શાંત-ગંભીર રસાનુભવ વાચકના મન ઉપર છવાઈ રહે છે.
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy