________________
સંત પલદાસની વાણું , , રજનીશજીએ પિતાના હિંદી અનુવાદમાં જે મુદ્દા ઉપર ભાર મૂક્યો છે તથા
જે બાબત ઉપર લાંબુ ટિપ્પણ કર્યું છે, તેને સમાવી લઈ સંતમાળાના આ ગુજરાતી અનુવાદો શ્રી. ગોપાળદાસ પટેલે તૈયાર કર્યા છે. એટલે તેમાં ઓશો રજનીશજીની વિદ્વતાને, આદયાત્મિકતાનો અને ભાષ્યકાર તરીકેને જેટલો લાભ લઈ શકાય તેટલા લેવામાં આવ્યો છે. આ સંતમાળા એ રીતે મા-ગૂજરીના શણગારમાં અને સુસજજતામાં અગત્યને ઉમેરો કરશે.
મનુષ્યના જીવનને ક્ષણવારમાં પલટી નાખે એવા સંતોને સીધે સંગ તે કોઈ લાયક બડભાગીને જ મળે; પરંતુ તેમણે લોકભાષામાં ગાયેલાં પદો તો સદાકાળ સૌને ઉપલબ્ધ રહેવાના જ. સામાન્ય જન પણ તેમને યથોચિત લાભ ઉઠાવી શકે એવા સ્વરૂપમાં તેમને ઉપલબ્ધ કરતા રહેવું જોઈએ. ઓશો રજનીશજીએ હિંદી ભાષામાં તે મહતું કાર્ય ઘણે અંશે તે પાર પાડી દીધું છે. હવે દેશની જુદી જુદી લેકભાષાઓએ – પ્રાદેશિક ભાષાઓએ આગળ આવી છેરજનીશજીએ આરંભેલું કાર્ય પૂરું કરી દેવું જોઈએ.
- વિજ્ઞાન ટેકનોલોજીના આધુનિક જમાનામાં પરમાત્મા વિશે અને તે વિષે જેટલી શંકાઓ અને મશ્કરી ઉઠાવવામાં આવે છે, તેમને પાર નથી. તેથી જેમણે પરમ સત્ય-પરમાત્માને સાક્ષાત્કાર કર્યો છે તેવા ગુરુ નાનકની શબ્દોમાં તે બે વિશે કરેલાં વિધાનેમાંથી કેટલાંક અત્રે ઉતાર્યા છે. આધુનિક વૈજ્ઞાનિકે જેટલી હિંમતથી પરમાત્મા એને સંતના અસ્તિત્વ તથા મહત્તા બાબત ઠેકડી ઉરાડે છે, તેના કરતાં કેટલાય ગણી દઢતાથી તથા સ્પષ્ટતાથી ગુરુ નાનકે તે બે વિષે પ્રશંસાના વિધાનો કર્યો છે. વાચકના મનમાં શરૂઆતથી જ પરમાત્મા અને સંતે વિષે અશ્રદ્ધા કે શંકા જેવું હોય તે દૂર થઈ જાય, અને તેમને વિશે સાચી વિચારસરણી ઊભી થાય છે તેને હેતુ છે. પરમાત્મા અને સંત વિશે પિતાનું અંતર સાફ કર્યા પછી તેમની વાણીને મર્મ સહેલાઈથી વાચકને અવગત થશે એની ખાતરી છે. આજની ધર્મરહિતતાને બહાદુરીપૂર્વક પડકારવામાં નહિ આવે તો આખે દેશ રસાતળમાં લુપ્ત થઈ જશે. એટલે અકાદમીએ આ સંત માળા પ્રકાશિત કરવાનું આરંભીને પિતાની ટાંચી સામગ્રીથી પણ જમાનાની ધર્મરહિતતાને પડકારવાને નિરધાર કર્યો છે.
ગુ૦- ૧૨