SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નવજીવન ટ્રસ્ટ, પ્રકૃતિ જીવન પ્રેસના કર્મચારીઓ તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કલાકારો શ્રી. રજની વ્યાસ, શ્રી. લાલુ પટેલ, અન્ય મિત્રો અને રાતરાણી પરિવારના સાથ અને સહકાર વિના આ પુસ્તક આવા સુઘડ સ્વરૂપે બહાર ન પાડી શકાત, આજનાં ગુજરાતી વાચકને ટૉલ્સ્ટૉય, ડિકન્સ, ડૂમા અને થોડર ડસ્ટયેસ્કીના આછે પરિચય પણ આપવે જોઈએ : टॉल्स्टॉय ગાંધીજીના ગુરુ તરીકે ગુજરાતી પ્રજા ટૉલ્સ્ટૉયને સારી રીતે જાણે છે. રશિયન પ્રજાને આત્મપરિચય અને આત્મજાગૃતિની દીક્ષા આપનાર સમર્થ પુરુષામાં પણ ટૉલ્સ્ટૉયનું સ્થાન બહુ ઊંચું હતું. રાજનીતિમાં અને ધર્મનીતિમાં મહાન ક્રાન્તિ સૂચવનાર લાકાર મનીષી ટૉલ્સ્ટૉય, કળા અને સાહિત્યના આદર્શમાં પણ ક્રાન્તિ કરી બતાવી. બધી જાતના વિલાસના અનુભવ કર્યા છતાં એની આદર્શનિષ્ઠા દબાઈ ન ગઈ, ચગદાઈ ન ગઈ. ‘જીવનને અનુભવ લેતા જાય અને જીવનનું રહસ્ય શેાધતા જાય' આ જાતની જીવનસાધનાને અંતે એને જીવનનું જે રહસ્ય જડવું તે એણે પોતાના જીવનપ્રયોગામાં અને વિશાળ સાહિત્યમાં નોંધ્યું છે. ગાંધીજી, રજનીશ અને મગનભાઈ દેસાઈ તે તેમના પુસ્તકો પર ફીદા હતા. શે चार्ल्स डिकन्स [૧૮૧૨ થી ૧૮૭૦] ચાર્લ્સ ડિકન્સને જન્મ, તા. ૭–૨–૧૮૧૨ના રોજ ઈંગ્લૅન્ડમાં ગરીબ ઘરમાં થયેલ. - બચપણના સમયમાં તથા ગરીબાઈની પરાકાષ્ટામાં કઠણ જીવન ગુજારતાં ડિકન્સના ચિત્તમાં જે અનુભવ – સંસ્કારો ઊતરેલા, તે દર વર્ષની ઉંમરે જ સાહિત્ય-લેખ દ્વારા પ્રગટ થવા માંડયા અને થોડા વખતમાં તે – અર્થાત્ પચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પહોંચતાં સુધીમાં તે! આખી અંગ્રેજ પ્રજા તેની કૃતિ ઉપર ફીદા થઈ ગઈ. ડિકન્સની કલમમાં એટલી બધી તાકાત હતી કે પેાતાનાં લખાણા દ્વારા, ડિકન્સ પાર્લામેન્ટ પાસે સમાજનાં દૂષણા દૂર કરાવનારા કાયદા પણ ઘડાવી શકેલા. ટૉલ્સ્ટૉયે ડિકન્સને વિશ્વ-સાહિત્યકાર
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy