________________
જીવનવીરો માટે
[કાકા કાલેલકર]. લોકવાર્તાને રાજપુત્ર જ્યારે એકલો એકલ, છૂપે વેણે વિજયયાત્રાએ ઊપડયો, ત્યારે એની માએ એના ઓવારણાં લીધાં અને એને આશીર્વાદ આપતાં કહ્યું – “દીકરા મુસાફરીમાં બોજો ન વધે અને છતાં તરસ કે ભૂખની પીડા તને ન થાય એટલા ખાતર મારે હાથે બનાવેલા આ તરસલાડુ અને ભૂખ-લાડુ આપું છું. સાથે રાખીશ તો તને કોઈ કાળે મૂંઝવણ નહીં રહે.'
જીવનયાત્રાએ ઉપડતા જીવનવીરો માટે સંકલનકારે આ નાનકડી ચોપડીમાં એવા જ તરસ-લાડુ અને ભૂખ-લાડુ ભરી દીધા છે. મૂંઝવણ વખતે જરૂર કામ આવશે. રામનવમી ૩૧-૩-૨૬, અમદાવાદ
- કાકા કાલેલકર
આવકાર
[મગનભાઈ દેસાઈ) સત્યાગ્રહ' સાપ્તાહિક એક વર્ષ પૂરું કરીને બીજમાં પ્રવેશ કરે છે, ગયા વર્ષમાં આ પત્રે વિવિધ વાચન-સામગ્રી પીરસી હતી. તેમાં “વિચારકલિકા' રૂપે રજૂ કરાતે સાપ્તાહિક સુવિચાર ખાસ ભાત પાડે એવી સામગ્રી ગણાઈ. મારી વિદ્યાર્થિની સૌ. કમુબહેન પટેલે તેની માળા ગુંથી વાચકેના ઉપભોગને માટે આપી છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
આ સુવાકયો સહેજે “સત્યાગ્રહને માટે પસંદ થતાં હતાં. તેમાં કોઈ અમુક વિષય કે વસ્તુ આ જનપૂર્વક પકડવાને હેતું નથી રખાત. અંક તૌયાર કરતાં, અઠવાડિયા દરમિયાન થતા ફટકળ વાચનમાંથી તે વણી લેવાય છે, અને “વિચારકલિકા' તરીકે અપાય છે. તેથી તેમાં રસ તથા વન વૈવિધ્ય સહેજે સધાઈ રહે છે. - સુવિચારની માળાનાં આવાં પુસ્તકો એક રીતે જપમાળા જેવા પણ બને છે. જેમ ભક્તિને માટે તેને ઉપગ, તેમ જ વાચનને માટે આવી