________________
ડૉ. ભયગશ
૧૧
અહીં સાથે સાથે વાચકને બીજી ખુશખબર પણ જણાવવાનું મન થાય છે. આચાર્ય શ્રી. જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમેરિયલ ટ્રસ્ટે, અમદાવાદની પશ્ચિમે સેટેલાઈટ વિસ્તારમાં, જોધપુર હીલની તળેટીમાં, રામનામ' નામના કુદરતી ઉપચારના એક આશ્રમી પદ્ધતિવાળા સેનેટોરિયમના ડૉ. એમ. એમ, ભમગરાના શુભ હસ્તે તા. ૨–૩–'૮૬ના રોજ મંગલ પ્રારંભ કર્યા છે. આ કેન્દ્ર દ્વારા લોકોનાં મન કુદરત તરફ પાછાં ફ્રે, તેમનાં જીવન કુંદન [સર્વાંગ-સુંદર ] થાય, તથા તે તમામ પ્રકારના હઠીલા રેગામાંથી છુટકારો મેળવે, તેવા તમામ પ્રયત્ન કરવામાં આવશે. આ કેન્દ્રની સારવાર અને પ્રવૃત્તિ અંગેનું વિગતવાર બોધપત્ર બે રૂપિયાની ટિકિટ બીડવાથી ટપાલ દ્વારા મેકલી આપવામાં આવશે; અથવા ટ્રસ્ટના કાર્યાલયમાંથી રૂબરૂ પણ મેળવી શકાશે.
કેન્દ્રમાં હાલ ૧૫ પથારીની સગવડ છે, જેમાં ભાઈઓ અને બહેને માટે અલગ વ્યવસ્થા છે. સ્પેશ્યલ રૂમની પણ વ્યવસ્થા છે. કેન્દ્રમાં દરી માટે રહેવાની, જમવાની, વ્યાયામની, ઉપચારની અને હરવાફરવા માટે સુંદર અને વિશાળ બાગબગીચાની સગવડ છે. આઉટડોર દરીને કેન્દ્રમાં રાજ સવારમાં ૯ થી ૧૨ તપાસીને આહાર-ઉપચાર અંગે સલાહ – માર્ગદર્શન આપવામાં આવે છે. તા. ૨-૪-’૨૬
પુ॰ છે. પહેલ
ડૉ. ભમગરા [અર્વાચીન ભારતીય ઋષિ]
પાતળા દેહ, દિવસના ગમે ત્યારે મળે ત્યારે જાણે કે હમણાં જ નાહીને આવ્યા હાય ઍટલી સ્ફૂતિ, અવાજમાં આવેશ નહીં કે એને આધારે થત કોઈ આરોહઅવરોહ નહીં, ચામડીના રંગ અને નાકથી ઓળખાઈ આવે કે પારસી છે — પણ તત્ત્વજ્ઞાનની વાત કરે ત્યારે આ છે કે તે છે – એવા કેટલાયે ‘છે.' ખરી પડે અને એક સાધકની પ્રતીતિ આપે, એ ડૉકટર મહેરવાન ભમગરા મળવા જેવા માણસ છે, બહુ ઓછાત્રાલા છે. સામાન્ય માણસ કલાકમાં જેટલા શબ્દો બોલતા હશે— એટલા શબ્દો એમને બેંક દિવસ ચાલે. પેતે ડૉકટર છે અને મુંબઈમાં નિસર્ગોપચારનું કિલનિક ચલાવે છે એટલે દેખાઈ આવે એવી – અદેખાઈ આવે એવી પરેજી પાળે છે. ટૂંકમાં, બાલવામાં કે ખાવામાં જીભને પૂરતા સંયમ. જે વ્યક્તિ Silence absorb કરી શકે – મૌનને આત્મસાત્ કરી શકે તે પ્રમાણમાં સહેલાઈથી ડૉ. ભમગરાને પામી શકે.