________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો!
હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે, “માનવમાં એક તત્ત્વ એવું રહેલું છે, કે જે બધી માહિતી મેળવવામાં તેને અવરોધરૂપ બની રહે છે; બધી દલીલે સામે આડશરૂપ બની રહે છે; અને તેને સદાકાળ અંધારામાં જ રાખે છે. તે તત્ત્વ છે – પૂરતી તપાસ કરતાં પહેલાં જ કોઈ વાતને વખોડી કાઢવી તે!' કુદરતી ઉપચાર-પદ્ધતિને ભૂતકાળમાં એ રીતે જ વખાડી કાઢવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં તેમ હરગિજ બનવાનું નથી; કારણ કે કુદરતી ઉપચાર-પદ્ધતિ હવે કાયમ રહેવા માટે આવી છે! હવે તેના વિના માણસજાતનું ગાડું ગબડે તેમ નથી.
૧૨૦
શ્રી, ભમગરા 'નેચર કયૉર કિલનિક' (કુદરતી ઉપચાર-કેન્દ્ર) ચલાવનારા દાક્તર છે. પરંતુ માણસના રોગને તે માત્ર શારીરિક કે ભૌતિક વિકૃતિ ગણવાને બદલે તેના માનસિક, નૈતિક અને આધ્યાત્મિક ‘ અપરાધ'નું પણ પરિણામ માને છે. પ્રાચીન આયુર્વેદ પણ રોગને ‘પ્રજ્ઞાપરાધ ’ (પ્રજ્ઞાએ કરેલા અપરાધ) ગણે છે. માનવ કેવળ જડ ભૌતિક શરીર જ નથી; તેથી તેના રોગના ઉપચાર કરવા માટે તેના મન તથા અધ્યાત્મ સુધી પણ પહોંચવું જોઈએ : અને અધ્યાત્મમાં નીતિનેા ખ્યાલ આવી ગયા! તેથી શ્રી. ભમગરા માનવના ઉપચાર માટે માનવના તન-મન-અને ધનને પણ આવરી લઈને, આરોગ્ય માટે સૌએ ધન -શુદ્ધિ પણ સાધવી પડે એમેય કહે. અને તેથી તે તમારી જાતને ‘ધન’ના ટ્રસ્ટી માનવાની સલાહ પણ તમને આપે, કારણ કે, ધનની બાબતમાં ‘ટ્રસ્ટી’પણાના ભાવ સ્વીકારતા થા, તો જેમ તેના ઉલ્ભાગની બાબતમાં મર્યાદા આવી જાય, તેમ તેને મેળવવાની બાબતમાં પણ આવી જ જાય : જે ધન આપણું નથી – જેના માત્ર આપણે ટ્રસ્ટી જ છીએ, એ ધન પછી ખોટે રસ્તે મેળવવાનું પણ ન જ હોય. આમ, તમારા ઉપચાર કરતી વેળા શ્રી. ભમગરા તમારા તનને-મનને-અને ધનને પણ તપાસે! પ્રાચીન ઋષિની જેમ આ નવા ભારતીય ઋષિ ઉપચાર વખતે રોગોનું શારીરિક, નૈતિક, માનસિક અને આઘ્યાત્મિક કારણ તપાસવા સુધી પહેાંચે છે.
ડૉ. ભમગરાનાં વક્તવ્યો અને લખાણા ઉપરથી સંકલિત કરીને આ પુસ્તક પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. એમના વિચારોને જુદા જુદા ફકરારૂપે ગાઠવીને રજૂ કરવાથી વાચકને વધુ સગવડ થશે એમ માનીને સંપાદકે એ રીત અખત્યાર કરી છે. શ્રી. નાની પાલખીવાલાનું પુસ્તક ‘વી ધ પિપલ ... રજૂ કરતી વેળા સંપાદકે એ જ રીત અખત્યાર કરી હતી, અને તે બાબત ાચકોને સારો પ્રતિભાવ સાંપડયો હતો,