________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! મળે તે મિલનને કુટુંબને સુશ્લિષ્ટ ચિતાર આપતી આ કથા સમાજવિદ્યાના અભ્યાસીને માટે પણ મનનીય ગણાય. એથી હિંદુ ધર્મ-સમાજઅને સંસ્કૃતિના વિદ્યાર્થીઓને એ એક રમ્ય કથારૂપે હેઈને, રુચિકર અને ઉપકારક થાય એમ માનું છું. પરિવાર પ્રકાશન સંસ્થાએ સરળ ભાષામાં તે ગુજરાતમાં ઉતારી આપી આપણા કથાસાહિત્યમાં કિમતી ઉમેરો કર્યો છે. તેને માટે અનુવાદિકા બહેનને ધન્યવાદ. તા. ૧૮-૨-૬૬
મગનભાઈ દેસાઈ
પ્રેમનાથ (શ્રી. ગુરુદત્ત કૃત નવલકથા "વંજના'નો અનુવાદ] અનઃ કમુબહેન પુત્ર છે. પટેલ પ્રસ્તાવના : મગનભાઈ દેસાઈ
કિ. ૧૦-૦૦
ઉપદૂધાત
' !" પ્રખ્યાત હિંદી નવલકથાકાર શ્રી. ગુરુદત્તની આ બીજી કથા ગુજરાતી વાચકોને વાંચવા મળે છે, તે જોઈને આનંદ થાય છે. પહેલી કથા “કુટુંબપરિવાર”નામે આ અગાઉ પ્રસિદ્ધ થઈ છે. તેની જેમ, આ બીજી કથા પણ મારા સદૂગત મિત્ર શ્રી. વિજયશંકર ભટ્ટની અનુસ્મૃતિમાં, તેમના પરિવારની પ્રેરણા અને મદદથી પ્રસિદ્ધ થાય છે, તેને આવકાર આપતા બે બોલ' તેના ઉપદૂધાત રૂપે આ લખું છું.
- શ્રી. ગુરુદત્ત જેવા સમર્થ હિંદી ઉપન્યાસકારને પરિચય ગુજરાતી વાચકોને કરાવવાનું બહુમાન સદૂગત ભાઈ વિજયશંકરને જાય છે. તે એમની કથાએ હિંદીમાં વાંચી તેના ગુણજ્ઞ બન્યા હતા : પોતાના પરિવારને પોતે વંચાવતા; એટલું જ નહિ, પોતે અનુવાદ કરવા પ્રેરાયા હતા. ત્યાં જ તેમનો દેહ પડતી, તેમના પુત્રોએ પિતાને અધૂરો સંકલ્પ પૂરો કરવાનું શુભ તર્પણકાર્ય હાથ ધર્યું. પહેલી કથા પેઠે જ આ બીજી કથા ભાઈ વિજયશંકરે જ પસંદ કરી હતી.
કથાનું મૂળ નામ “પ્રવચના' છે; તે ફેરવીને અનુવાદકે “પ્રેમનાથ' કર્યું. તે કથાના મુખ્ય એક પાત્રના નામ પરથી લાગે છે. પ્રેમનાથ જો