________________
પ્રેમનાથ મુખ્ય કથા-નાયક ગણે, તે તેને પિતા અમરનાથ આ કથાને મુખ્ય ખલનાયક છે.
જીવનમાં કુ-પિતા અને કુપતિ બનેલા તે માણસનું અભાગી નામ છોડીને તેના પરાક્રમી અને પુણ્યશીલ પુત્ર પ્રેમનાથનું નામ લેવામાં ઔચિત્ય અને સુરુચિ વરતાય છે.
મૂળ “પ્રવચના' નામ અમરનાથના પાત્ર પરથી લાગે છે. અંગ્રેજી કેળવણી પામીને, તેની ચરમ ટેચ રૂપ સિદ્ધિ મનાતું “આઈ. સી. એસ.’ પદ મેળવે તે માણસ અંગ્રેજી રાજ્યમાં ભ્રષ્ટ થઈ તદ્દન ઇંદ્રિપારામી બની જઈને પોતાની પ્રથમ દેશી પત્નીને (તેનાથી એ માણસને પુત્ર તેમ જ પુત્રી છે તે બધાને) છેહ દે છે–ત્યજે છે; વિલાયતમાં ભણવા ગયો ત્યાં જવું - પ્રથમનું એ લગ્ન છુપાવીને- એક અંગ્રેજ છોકરીને છેતરે છે અને તેની સાથે બીજું લગ્ન કરીને દેશમાં નોકરીએ ચડે છે. પહેલી પત્નીને તો ફેંકી જ દે છે, – બે બાળકો સાથે તે પોતાના ભાઈને આશરે જઈ એમને ઉછેરે છે અને પેલે પોતાની હરામખોરી ભરેલી – વાંચખાઉ નેકરીની રક્ષામાં બીજી ગારી પત્નીથી પણ વકાતો જઈ, છેવટે તેને કાઢી મૂકવાની અને લગભગ પૂરી કરવાની કાવતરાબાજીમાં પડે છે, જુગાર, રંડીબાજી ને શરાબીમાં ખલાસ થઈ જઈને બદમાશોની ટેળીમાં રમતે રાચતે થાય છે - અને એમ પોતાના કુલધર્મ, જાતિધર્મ, અને દેશધર્મને પણ દગો દે છે. આ બધાં પાપનો ઘડો ભરાતાં તે એ તે છેવટે ફૂટે છે કે, નેકરી તે જાય છે, પણ વરસની જે મળે છે. અને ભંગાર થઈ, ગાડો બનીને તે જેવા બહાર આવે છે, ત્યારે બે પત્નીના (દરેકને એક એક) બે પુત્રો એવા કમનસીબ પિતાને હવાલે જેલર પાસેથી મેળવે છે. દવાદારૂ કરતાંય ન સુધરે એવા તેના અસાધ્ય ગાંડપણને લઇને લાચારીથી છેવટે તેને પાગલખાનાને શરણે મૂકી આવે છે.
આમ પોતા સહિત સર્વની વંચના ભરેલું આવું ઘર પાપી જીવન અમરનાથનું છે, તેમાં તે સ્વજન, સ્વકુલ, સ્વધર્મ, સ્વદેશ ઇવ સર્વ રવે-ત્વને જ. નહીં પોતાની જાતને પણ દગો જ દે છે. આવી ઘોર “પ્રવચના'ની કથા તે ગુણવાચક નામે હિંદીમાં પ્રસિદ્ધ થઈ છે. તે જ ભાવમાં વિશેષ નામ પાડવું હોય તે તેને “અમરનાથ' કહેવાય; પરંતુ એમાં તે અમરતાને પણ વાંછન જ ને! તેને બદલે “પ્રેમનાથ’ નામ ઉચિતકર છે; નામ પ્રમાણે પ્રેમનાથ કુટુંબ-વત્સલતાની પ્રેમ-મૂર્તિ છે.