________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અને કથાની મંગલમૂર્તિ પ્રેમનાથની માતા શાંતા છે. રીપારાના આલેખનમાં કથાલેખકને સારી ફાવટ છે, એમ કહેવાય. એક ભારતીય સન્નારી તરીકેનો આદર્શ શાંતા દ્વારા તે ૨જ કરે છે. તેની શૉક અંગ્રેજ બાઈ એમિલી છે; સુશીલતા અને ભારતીય ધર્મસંસ્કૃતિને પ્રેમ તે એવો ખીલવે છે કે સપત્નીભાવ ત્યજીને સ્વસા-ભાવથી શાંતા જોડે છેવટે રહે છે. સરખાં જ પ્રવચનાની ભેગ બનેલાં બંને સ્ત્રીપાત્ર અમરનાથથી જણેલા પોતપોતાના પરિવાર સાથે અંતે એક “કુટુંબ-પરિવાર” બનીને એક ઘરમાં ભેગાં થાય છે – ભેગાં રહેવા લાગે છે. પરંતુ ત્યારે 'અમરનાથ' તે જ વખતે પોતાના જ વંશવેલા માટે જીવતા મરી જાય છે – કોઈ ઉપાયે ભેગે ન રહી શકે એ તે મહાપ્રચંડ પ્રવચના-નાથ', બુદ્ધિ જ બેઈ બેસીને, પાગલખાનામાં જ રહેવાને પાત્ર બની, “જીવન્મત્યુને દેહદંડ (કથાકારને હાથે) પામે છે.
ભારતીય સંસ્કૃતિનું – તેમાં જન્મેલું એક સંતાન (અમરનાથ) અંગ્રેજોના હિંદમાં રંગાતું જોઈ છેવટે પરિપાક પામતું કથાકાર આલેખે છે; તે બીજી બાજુ, એની આંગ્લ સરકારી સ્ત્રી એમિલીને- એ જ સંસ્કૃતિના સંસર્ગમાં, – અરે, પોતાની સપત્નીના જ સંપર્કથી, ઉન્નત ઊર્ધ્વગામી થતી થતી આર્ય સંસ્કૃતિનું જીવન અપનાવતી બતાવે છે. આવુ સંસ્કૃતિની અંજિયત હિંદમાં આવી; તેણે અમરનાથને ભ્રષ્ટ કર્યો તો ઍમિલીને ઉન્નત કી! આમાંથી બે સંસ્કૃતિ વિશે શી તુલના થઈ? તેમાંથી શું સમજવું? – સંસ્કૃતિ-સંઘર્ષને એ કે લેખક રજૂ કરે છે. - લેખક સંસ્કૃતિના કથાકાર છે. આ કથા પંજબની છે. શીખ રાજ્ય નાબૂદ થઈ અંગ્રેજ રાજ્ય સ્થપાયું; તે પછી જે ભદ્ર ઉજળિયાત સમાજ આ સૈકાના પ્રારંભે હિંદમાં ચાલુ વયે, તેને પ્રતિનિધિ પુરુષ કથાનાયક છે.
શીખધર્મ પછી પંજાબમાં નવું ધર્મોત્થાન આર્યસમાજ ગણાય. તેના પ્રભાવનું ચિત્ર – તેની સંસ્કાર-છાયા કથામાં ચાખી વરતાય છે. તે પછીનું પ્રબળ નવત્થાન એટલે ગાંધીજીના જીવનદષ્ટિ અને કાર્ય. આ કથામાં તેના ઓળા પણ પડવા લાગેલા જોઈ શકાશે. જેમ કે, ભગવદ્ગીતા વિશેની ભક્તિ. આ બધી પરિબળોથી પ્રગટેલા પંજાબી સમાજને પરિચય ગુજરાતી વાચકને થાય છે, એ એક આ કથાને સારે લાભ ગણાય.
વાર્તા ગૂંથવામાં આ લેખક ભારે કસબી છે. થોડાક જ પાનાંમાં વરસે લાંબી – જમાને નિરૂપતી કથાનું વસ્તુ, તેના સૂમ હાઈ સહિત, – અરે!