________________
પ્રેમનાથ તે સૂક્ષમતા જ ખાસ કરીને બતાવવા માટે - એ રજૂ કરી શકે છે, તે વાચકનું ધ્યાન ખેંચ્યા વિના નહિ રહે. લેખકે આ સૂક્ષ્મ હાર્દ શું કર્યું છે, તે મૂળ ગ્રંથમાં પ્રારંભે જ પોતાની “ભૂમિકામાં કહ્યું છે. તેમાં ભારતીય સંસ્કૃતિ માટેનું આર્યસમાજી અભિમાન કદાચ એમની જ કથાના વસ્તુથી ટીકા પામી મર્યાદિત બને છે કે, એક આયંજન (અમરનાથ) તેને વારસો ખુએ છે, ત્યારે એક અગ્ય-સ્ત્રીજન, તેની ધ સંસ્કૃતિ છતાં, પોતાના નવા પરિવારમાં સમાવાની માનવતા કેળવી શકે છે. ધર્મસંસ્કૃતિઓ અનેક છે; તેમની તુલના કોઇ શબ્દ-જા સિદ્ધાંત કે તવોને આધારે ન થઈ શકે. તે તે સંસ્કૃતિ મુજબ પ્રત્યક્ષ જીવન જીવી જાણવાથી જ તેની ખૂબી જણાય - એની ઉન્નતકારી શક્તિ પ્રગટી શકે. અને એવી શક્તિ દરેક ધર્મસંસ્કૃતિ તેના અનુયાયીઓ માટે ધરાવે છે. એમાં તમોગુણી નહિ પણ સાત્વિક અભિમાન જ ઉચિત છે. આ કથામાં શાંતા અને ઍમિલી આ વસ્તુ પ્રત્યક્ષ જીવી બતાવે છે; અને પરિણામે તેઓ સપત્નીઓ છતાં તંદ્ર સ્પર્ધા નહિ, પણ પરસ્પર એકત્વને સાધે છે. અને પિતા પુત્ર પ્રેમનાથ અમરનાથની જોડી ભારતીય એક સંસ્કૃતિમાં નવા અંગ્રેજ યુગથી કેવું દ્રતીકરણ સંભવે છે, તેની એવી જ રસમય દષ્ટાંતકથા ગણાય. એમ બે સી અને બે પુરુષનાં વંદ્ર જીવનની આ કથા આપણા નવ-સાહિત્યમાં અચ્છો ઉમેરે કરે છે.
એક સમર્થ કલાકારની આ બીજી કથા ગુજરાતીમાં ઉતારવાને માટે પ્રકાશક સંસ્થાને અભિનંદન. તા. ૨૫-૨-૧૭
મગનભાઈ દેસાઈ