________________
કુટુંબ-પરિવાર
૫૧ ઇન્ટ દ્વારા) તે નવી વસ્તુ જે આ યુગમાં નીપજી, તે બતાવી છે. આ યુગમાં ધમાંતર જ નહીં, સમાજજર પણ જાગ્યું એ વસ્તુએ નવી એક અતિ વ્યક્તિનિષ્ઠ અને ભેગપરાયણ જીવનરીતિને જન્મ આપ્યો છે, કે જે એક નવી ધર્મ-સંસ્કૃતિ જેવી જ વસ્તુ ગણાય. આ વસ્તુ અર્વાચીનવાદ, વિજ્ઞાનવાદ ઇ. દાર્શનિક પરિભાષા દ્વારા આજે વર્ણવાય છે. આ કથામાં એને સ્પર્શત અને કાર્યબદ્ધ કરી બતાવત કથા ભાગ મૌલિક વિચારપ્રેરક બને એવે પ્રભાવશાળી છે.
છેવટે જોતાં, દરેક વિશિષ્ટ સમાજને પોતાની પ્રકૃતિ કે સ્વભાવ હોય છે. ઊંડે ઊંડે, તેના ઘડતરમાં તેની ધર્મસંસ્કૃતિ અને અધ્યાત્મ દષ્ટિ રહેલી હોય છે; તે એને આકાર આપે છે. યુરોપમાં આ સ્થાને આજે જે છે, તેની તુલનામાં હિંદને સનાતન સમાજ નિહાળીએ, તો આ વસ્તુ ખાસ કરીને દેખાય. આ કથા આવી ગૂઢતાને સ્પષ્ટ કરવામાં સારી મદદરૂપ થાય એવી છે.
અર્વાચીન શિષ્ટ જગત એટલે બહુધા ગેરું જગત કે જેનો ઇતિહાસ બેચાર સૈકા જેટલો જ છે. તેણે રાષ્ટ્રવાદી સામ્રાજ્ય અને શસબલ-પરાયણ સ્વતંત્રતાને આદર્શ લીધો. પરંતુ, ખરેખર માનવસમાજમાં વ્યક્તિનિષ્ઠ સ્વાતંત્ર્ય કે પારdય જેવું માની શકાય? સમાજ એટલે જ પરસ્પરતંત્રતા, – તેનાં ઘટકોના વિવિધ સ્વાભિમાની સ્વાર્થો અને સામેવાળાના એવા જ અભિમાની પરાર્થો વચ્ચેના સંઘર્ષ-આભાસી પરસ્પરભાવ વગર સમાજ સંભવે નહીં. કુટુંબસંસ્થાની જ ખૂબી હોય તે તેનાં ઘટકોમાં સ્વ-પર-તંત્રતાની સ્વાર્થી કલહગાંઠ નહીં, પરંતુ પરસ્પરતત્રતાની ત્યાગ અને સેવાપ્રેરક પ્રેમગાંઠનું અધ્યાત્મબીજ રહેલું છે. વિનોદનું પાત્ર પહેલો પ્રકાર બતાવે છે; તેના પિતાનું પાત્ર બીજો પ્રકાર બતાવે છે. પહેલા પ્રકારનું ચરમ સ્થાન ગાંડાશ્રમ બને છે; બીજા પ્રકારનું ચરમ સ્થાન સ્વસ્થ આત્મતુમ ચિરનિદ્રા બનતી આ કથા બતાવે છે. કુટુંબ જેવી મૂળ માનવસંસ્થાની ખૂબી આ વસ્તુમાં રહેલી છે, જેને આધારે માનવ-સમાજ સંભવે છે અને ટહે છે. હિંદુ ધર્મસમાજે આ તત્વને અપનાવી પોતાની કુટુંબ-ગૃહવ્યવસ્થામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. આ વસ્તુને જ ગીતાકાર દેવ-માનવ-પરસ્પર-ભાવરૂપી “શ” કહીને જણાવે છે કે, તે જ માનવલોકની બ્રહ્મદત્ત કામધેનુ છે. આ દર્શન અને તે આધારે કુટુંબરચના એની વિશેષતા, અને પશ્ચિમના ધર્મસમાજેથી જણાતી તેની જુદાઈ કદાચ કહેવાય.
પૂર્વ અને પશ્ચિમ સમાજનું મિલન અર્વાચીન યુગમાં હિંદમાં જેવું થયું, તે દાખલ, અર્વાચીન યુગમાં, ભાગે બીજા કોઈ મહાન સમાજનો