SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! કુદરત-માતાને ખોળે માથું મૂકીને ગુમાવેલું સ્વાથ્ય પુન: પ્રાપ્ત કરે, એ આશયથી કુદરતી ઉપચારને “બુદ્ધિગ' તેમના પુસ્તક “નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ’ વડે રજૂ કર્યો છે એ અર્થમાં એ પુસ્તક કુદરતી ઉપચારની ગીતા” છે. શ્રી. મગનભાઈ દેસાઈએ પોતાના ગીતા ઉપરના વિવરણમાં ગીતાના શ્રીકૃષ્ણાન-સંવાદને યથાર્થ એવું “બુદ્ધિગ' નામ આપ્યું છે. પિતાનું પુસ્તક લખતા પહેલાં શ્રી ગિદવાણીએ જાત અનુભવથી કુદરતી ઉપચાર અગે સમજ પ્રાપ્ત કરી લીધી હતી. તથા ત્યાર બાદ કુદરતી ઉપચારની બાબતમાં દુનિયાના વિખ્યાત ચિકિત્સકો અને પ્રગવીરોનાં લખાણોનો અભ્યાસ કરીને પોતાની સમજનું યથોચિત સંશોધન તથા સમર્થન પ્રાપ્ત કરી લીધું હતું. આવા સુંદર અને ઉપયોગી પુસ્તકને સંક્ષેપ કરવાની પરવાનગી આપી, તે માટે શ્રી. ગિદવાણીજીના ખાસ આભારી છીએ. આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેરિયમ ટ્રસ્ટ તરફથી તા. ૨ જી માર્ચ, ૧૯૮૬ થી “રામનામ” કુદરતી ઉપચાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. એટલે ગુજરાતી વાચકો “કુદરતી ઉપચાર એટલે શું? તથા શા માટે?' એ અંગે માહિતી પ્રાપ્ત કરી શકે. તે અર્થે શ્રી. ગિદવાણીજીના પુસ્તકને સરળ સંક્ષેપ ટ્રસ્ટની “ટંકારવ' માસિક પત્રિકામાં હપતાવાર રજૂ કરવામાં આવ્યો હતો. તેને હવે પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. ગુજરાતી વાચકો એ ઉપરથી કુદરતી ઉપચાર-પદ્ધતિની માહિતી મેળવવાની સાથે કુદરતી જીવન-વ્યવહાર ઊભું કરી, સ્વકર્મ – સ્વધર્મ બજાવવા માટે પિતાને લાયક તથા સમર્થ બનાવશે, એ આશા સાથે આ પુસ્તક ગુજરાતી બંધુઓને અર્પણ કરીએ છીએ. તા. ૧૫-૮-૮૬ પુછે છે. પટેલ
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy