________________
૧૧
એક ઝલક કુદરતી ઉપચારની સુંદર અને ઉપયોગી પુસ્તકને વિક્રમ સંક્ષેપ પ્રસિદ્ધ કરીને શ્રી ગોપાળદાસ પટેલે ઉત્તમ કાર્ય કર્યું છે. તેને બિરદાવતાં મને આનંદ થાય છે.
માનવીના શરીર, મન અને આત્માનું આરોગ્ય સચવાય તેવી નીચે મુજબની ઉપયોગી પુસ્તિકાઓને પણ આ સંસ્થાએ તેના કાર્યક્રમમાં અગસ્થાન આપ્યું છે તે ભારે આનંદની વાત છે. ૧. એક ઝલક - પર્યાવરણ વિજ્ઞાનની (ડૉ. શ્રી. ભમગરા) ૨. એક ઝલક - આરોગ્ય વિજ્ઞાનની (ડૉ. શ્રી. ભમગરા) ૩. એક ઝલક – સર્વાગીણ આરોગ્યની (ડૉ. શ્રી. ભમગરા)
(Holistic Health ) ૪. એક ઝલક - રાષ્ટ્રના આરોગ્યની (મૂળરાજ આનંદ). ૫. એક ઝલક – સર્વાગીણ વ્યાયામની (શેલ્ટન). ૬. પ્રાણાયામ
(ડૉ. ઉપેન્દ્ર સાંડેસરા ) નવી પેઢીના ઘણા લોકો સ્વ૦ શ્રી. વી. પી. ચિદવાણીથી અપરિચિત હશે. તેઓ શુદ્ધ વૈજ્ઞાનિક કુદરતી ઉપચારના ચિકિત્સક અને કેળવણીકાર હતા. એ પુણ્યાત્માને મારી હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તથા તેમને કોટી કોટી વંદન કરું છું.
સૌને કુદરત તરફ પાછા ફરવાની ભગવાન સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના! તા. ૧-૫-૯૭
વરધીભાઈ ઠક્કર માતૃભાષા ગૌરવ-દિન
કુદરતી ઉપચારની ગીતા
[પ્રકાશક શ્રી. પુર છોપટેલનું નિવેદન] એક વિવેચકે આચાર્ય કે, લક્ષ્મણ શર્માના “પ્રેકિટકલ નેચર કયૉર' નામના પુસ્તકને કુદરતી ઉપચારનું “મહાભારત' કહ્યું છે. એ જાતની જ પરિભાષા વાપરવી હોય, તો શ્રી. ગિજવાણીના પુસ્તકને કુદરતી ઉપચારની “ગીતા' કહેવી જોઈએ. કુરુક્ષેત્રના રણમેદાનમાં સ્વજન-સંહારની કલ્પનાથી ભાગી પડેલા અર્જુનને શ્રીકૃષ્ણ જેમ “ગીતા”ને “બુદ્ધિયોગ' ઉપદેશીને તેને પોતાના સ્વકર્મ – સ્વધર્મને આચરવા માટે તત્પર કર્યો, તેમ શ્રી. ગિજવાણીએ, મા-કુદરત પોતાનાં સર્વ સંતાન માટે સ્વાથ્ય અને જીવનશક્તિને સદા પ્રબંધ કરતી હોય છે છતાં અનેક વ્યાધિગ્રસ્ત ભાઈબહેને અજ્ઞાનને કારણે કુદરત-માતાની એ કૃપાથી વંચિત રહેતાં હોય છે, તેઓ એ