________________
ખેરાક અને સ્વાથ્ય ઝવેરભાઈ પટેલ
કિ. ૨-૦૦ ખોરાક વિષયક જ્ઞાન સરળ ભાષામાં ગાંધીજીએ શ્રી. ઝવેરભાઈને તેમની ભાવના વિશે નીચે મુજબ પ્રમાણપત્ર આપ્યું છે:
ભાઈ ઝવેરભાઈ નો અભ્યાસ કરીને પિતાના આવશ્યક જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેઓ આ વૃદ્ધિને ઉપયોગ અને પ્રચાર કરીને સહજ રીતે કરી લે છે. તેઓ પોતાની કે રાષ્ટ્રભાષામાં વિચારે છે, તેથી હજારોની સંખ્યામાં લોકો સહેલાઈથી અપનાવી શકશે. ભાઈ ઝવેરભાઈએ મીઠો નિબંધ રહ્યો છે અને તે દ્વારા ખોરાક વિષયક જ્ઞાન સરળ ભાષામાં રજૂ કર્યું છે. હું આશા રાખું છું કે એને મોટી સંખ્યામાં ઉપયોગ થશે અને એમાં લખેલી સૂચનાઓનો અમલ થશે. લેખકને ઉદ્દેશ ઉપયોગ માટે જ્ઞાન આપવાને છે, પાંડિત્ય માટે નહિ.”
આરોગ્યચિતનની રત્નકણિકાઓ ૦ બીમારી માત્ર માણસને માટે શરમની વાત હોવી જોઈએ; બીમારી કોઈ
પણ દોષની સૂચક છે. જેનું તન, મન સર્વથા સ્વસ્થ છે તેને બીમાર
થવી ન જોઈએ. ૦ માણસે અલ્પ આહાર કરવો જોઈએ અને અવારનવાર ઉપવાસ કરવા
જોઈએ. ૦ આરોગ્ય માટે તાજાં ફળ અને તાજ શાક-તરકારી આપણા આહારનો | મુખ્ય ભાગ હોવાં જોઈએ. ૦ વિચારની શુદ્ધિ હોય ત્યાં રોગ અશક્ય બની જાય છે. ૦ સદાચારમાં ઈશ્વરના બધા કાયદા આવી જાય છે. ૦ કુદરતી ઉપચારની પાછળ બધાં શુભ સાહસની પાછળ જોઈએ તેમ તપ જોઈએ. નજર પશ્ચિમ તરફ ન જાય પણ અંદર જાય.
ગાંધીજી
૧૩