________________
એકવીસમી સદીમાં! [હિવન ટેફલરના “ફયુચર શોને સક્ષેપ. સંપાદકઃ ગોપાળદાસ પટેલ
કિં. ૧૦-૦૦ ચેત, ચિત”, ઝટ પાછા ફરે
[સંપાદકની ચેતવણી પિતાનાં માતાજીએ નિરધારેલા ભારતના વડાપ્રધાન કોમ્યુટર-ગાંધીએ જ્યારથી “એકવીસમી સદી' એવા બે શબ્દો ઉચ્ચાર્યા, ત્યારથી નાનું-મોટું સૌ કોઈ બગલમાં કાખલી વગાડતું વગાડતું, “એકવીસમી સદી', “એકવીસમી સદી” એ પિકાર કરતું થઈ ગયું છે. જેને “વીસમી સદી' એટલે જ શું એ નથી સમજાયું, તેઓ “એકવીસમી સદી નાં વધુમાં વધુ ગીત ગાતા થઈ ગયા છે.
કારણ, એકવીસમી સદી તે વીસમી સદીમાં આપણે જે કાંઈ કર્યું હશે, તેના ફળ રૂપે કે સજા રૂપે આવવાની છે. તે કંઈ આકાશમાંથી અધ્ધર ટપકવાની નથી. એટલે જગતના વિચારવંત પુરુ, વીસમી સદીમાં આપણે આચરેલાં કરતૂતથી કેવી એકવીસમી સદી આપણી રાહ જોઈને બેઠી છે, તેનું દર્શન કરવા લાગ્યા છે, અને તેને આછું દર્શન થતાં વેંત ચોંકી ઊઠી,
ચેતે, ચેતે', “ઝટ પાછા ફરે, નહીં તે આગળ ઊંડી વિકરાળ ખાઈ છે', - એવા પિકાર કરવા લાગી ગયા છે. એકવીસમી સદીના કંઈક વિકરાળ સ્વરૂપનું જ દર્શન તેમને થયું હોવાથી, “એકવીસમી સદી'ને તેઓએ "ફયૂચર શૉક'– અર્થાત્ સામે આવી રહેલ “આઘાત’ કહીને વર્ણવી છે. ત્યારે આપણે ભારતના લોકો કોઈ અભૂતપૂર્વ બાલિશતા દાખવીને એ એકવીસમી સદીને ભેટવા જાણે સામી દોટ મૂકી રહ્યા છીએ!
પરંતુ વીસમી સદી પૂરી થતાં સુધીમાં દુનિયાના લોકોએ શું હાંસલ કર્યું છે તે તપાસીએ તો જણાય છે કે, માત્ર બંદૂક અને તેપગોળાનાં શસ્ત્રોથી દુનિયાના ખૂણે ખૂણે ગોરાઓ ફરી વળ્યા છે; પ્રાચીન પ્રજાઓને અને ધર્મસંકૃતિઓને નાશ કરી, તેઓએ પોતાની ભોગેશ્વર્યમૂલક ભૌતિક
૨૦૫