________________
૨૦૬
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! સંસ્કૃતિ -ગીતાની પરિભાષામાં કહીએ તે આસુરી સંપદાને પરાકાષ્ઠાએ પહોંચાડી છે; વળી ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલૉજી વિકસાવતા વિકસાવતા તેઓએ, બબ્બે વિશ્વયુદ્ધો લડીને હવે ત્રીજા અયુદ્ધ માટે અને તે અવકાશમાં દોટ મૂકી છે. આફ્રિકા – એશિયા – અમેરિકા- ઑસ્ટ્રેલિયા ખંડ ઉપર ફરી વળીને તેઓએ કેટલાય મૂળ વતનીઓને નામશેષ કરી નાખ્યા છે, તેમની સંપત્તિ અને જમીને કબજે કરી છે, અને તેમના સંહારમાંથી બચી ગયેલી પ્રજાઓ ઉપર ગુલામી ઠોકી બેસાડીને તેમનું લોહી અને પરસે ચૂસ્યાં છે.
ગેરાના એ આસુરી-બળ સામે કોઈથી કોઈ પણ ભૌતિક શસ્ત્ર વડે લડાય એવું જ રહ્યું નહિ, અને ચોમેર સંસ્કૃતિને – માનવતાનો - ધર્મને નાશ જ મે ફાડીને ઉભે રહ્યો, ત્યારે ભારતમાં મૂઠી હાડકાને એક માનવી એ ઊભે થયો, જેણે ભારતની લુમ થવા બેઠેલી પ્રાચીન સંસ્કૃતિમાંથી બળ મેળવી, ગોરાઓના એ આસુરી ભૌતિક એકચકી સામ્રાજ્યને મહદંશે ખતમ કર્યું– આફ્રિકા-એશિયાના સેંકડો દેશો ગોરાઓની ગુલામીમાંથી મુક્ત થયા.
પણ એ મૂઠી હાડકાંના ગાંધીનું બળ શામાં હતું? ગોરાઓ સામે ભૌતિક બળ તે ગુલામીથી સર્વાગીણ રીતે પાયમાલ થયેલા લોકોમાં ઊભું કરી શકાય તેમ હતું જ નહિ, અને ગેરાએ ભૌતિક બળની તો એવી પરાકાષ્ઠા હાંસલ કરી હતી કે, તે બાબતમાં તેમનાથી આગળ વધવું એ તે કોઈને માટે અશક્ય હતું.
- ગાંધીજીએ ગેરાના એ ભૌતિક બળ સામે સ્વદેશી, સ્વાશ્રય, ત્યાગ, જાતમહેનત વગેરેની આધ્યાત્મિક ભાવના જાગ્રત કરીને પ્રજામાં ફરીથી ધર્મ-બળ- કર્મબળ પ્રગટાવ્યું અને સીધા-સાદા રેટિયા વડે ગોરાઓનાં યંત્રોને અને શસ્ત્રબળને માત કરી દીધાં. કારણ કે, એ સીધો સાદે રેંટિયે તો ગોરાઓની આસુરી – ભૌક્તિક યાંત્રિક સંસ્કૃતિથી વિપરીત એવી “દેવી” ભાવનાઓ અને સંસ્કૃતિનું પ્રતીક હતા – જાત-મહેનત, સંયમ, ત્યાગ, સ્વાશ્રય, તપ, સ્વદેશી વગેરે આધ્યાત્મિક ભાવનાઓનું!
ગાંધીજીની હત્યા બાદ તેમણે જ નિયત કરેલા “વારસદાર” પંડિત જવાહરલાલ નેહરુ રાજસત્તાના સિંહાસને આવ્યા. પણ તે કોઈ અર્થમાં ગાંધીજીની ભાવનાએ – સ્વપ્રો કે આદર્શોના વારસદાર ન હતા. વારસદાર તે એક જ બાબતમાં હતા – ગાંધીજીએ આત્મશુદ્ધિને માર્ગે વાળેલી અને સ્વદેશપ્રેમથી ધમધમતી ભારતની પ્રજા તેમને વારસામાં મળી હતી !